Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : South Africa's squad for the Test series against India announced, know who will lead the team

ભારત સામે ટેસ્ટ સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ જાહેર, જાણો કોણ સંભાળશે ટીમની કમાન

Timeછેલ્લું અપડેટ : 27 Oct 2025
લાઇવ ટીવીGoogle News
ભારત સામે ટેસ્ટ સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ જાહેર, જાણો કોણ સંભાળશે ટીમની કમાન
સોર્સ : GSTV

ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે તૈયાર છે. આ મેચ માટે દક્ષિણ આફ્રિકાએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ચેમ્પિયન કેપ્ટન ટેમ્બા બાવુમાની વાપસી થઈ ગઈ છે. તે ઈજાને કારણે બહાર હતો પરંતુ હવે તે ફરીથી મેદાનમાં રમતો જોવા મળશે. દક્ષિણ આફ્રિકાએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં ઘણા અગ્રણી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

App Store

દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમની સ્ક્વોડ

ટેમ્બા બાવુમા (કેપ્ટન), કોર્બિન બોશ, ડેવાલ્ડ બ્રેવિસ, ટોની ડી જોર્ઝી, ઝુબેર હમઝા, સિમોન હાર્મર, માર્કો જાન્સેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, વિઆન મુલ્ડર, સેનુરન મુથુસામી, કાગીસો રબાડા, રાયન રિકેલ્ટન, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાયલ વેરેન.

આ તારીખે ઘર આંગણે ભારત રમશે ટેસ્ટ મેચ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ ભારતમાં રમાશે. જેની પહેલી ટેસ્ટ મેચ 14 થી 18 નવેમ્બર દરમિયાન કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ 22 થી 26 નવેમ્બર દરમિયાન ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.