Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India vs Australia head to head record in T20I cricket

IND vs AUS / ભારત કે ઓસ્ટ્રેલિયા, T20Iમાં કોણ કોના પર ભારે? જાણો બંને ટીમનો હેડ ટુ હેડ રેકોર્ડ

Timeછેલ્લું અપડેટ : 27 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs AUS / ભારત કે ઓસ્ટ્રેલિયા, T20Iમાં કોણ કોના પર ભારે? જાણો બંને ટીમનો હેડ ટુ હેડ રેકોર્ડ
સોર્સ : GSTV

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI સિરીઝ પછી, 5 મેચની T20I સિરીઝ રમાશે. સિરીઝની પહેલી મેચ 29 ઓક્ટોબરે રમાશે. ODI સિરીઝ 2-1 થી હાર્યા બાદ, ટીમ ઈન્ડિયા T20I સિરીઝ પોતાના નામે કરવા માટે મેદાન પર ઉતરશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ માટે આ એક અગ્નિ પરીક્ષા હશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20Iના આંકડા કેવા રહ્યા છેછે? ચાલો તેના વિશે જાણીએ.

App Store

T20Iમાં કોણ આગળ છે?

અત્યાર સુધીમાં, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 32 T20I મેચ રમાઈ છે. તેમાં ભારતીય ટીમનું પલડું ભારે છે. કારણ કે, ભારતે 20 મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ફક્ત 11 મેચ જીતી છે. એક T20I મેચ અનિર્ણિત રહી છે. આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાથી ઘણી આગળ છે.

છેલ્લી મેચ ભારતે જીતી હતી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી T20I મેચ T20 વર્લ્ડ કપ 2024માં રમાઈ હતી. આ મેચમાં રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે પહેલા બેટિંગ કરીને 205 રન બનાવ્યા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને ભારતે 24 રનથી મેચ જીતી હતી. રોહિત શર્માએ 41 બોલમાં 92 રનની ઈનિંગ રમી હતી, જેમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.

કેવી રહી હતી પહેલી મેચ?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20I મેચ 2007માં રમાઈ હતી. આ મેચમાં પણ ભારતે ઓસ્ટ્રેલિયાને 15 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ભારત માટે યુવરાજ સિંહે 30 બોલમાં 70 રન બનાવ્યા. તેણે 5 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. જ્યારે એમએસ ધોનીએ 36 રન બનાવ્યા હતા.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.