વિરાટ કોહલીએ પોતાના જન્મદિવસ પર કર્યો ખુલાસો, જણાવી પોતાની ફેવરિટ ODI ઈનિંગ

વિરાટ કોહલીના 38મા જન્મદિવસ નિમિત્તે સ્ટાર સ્પોર્ટ્સે ક્રિકેટર સાથેની વાતચીતનો વીડિયો શેર કર્યો. કોહલીને તેની બે ODI ઈનિંગ્સમાંથી શ્રેષ્ઠ ઈનિંગ પસંદ કરવાનું કહેવામાં આવ્યું, જે તે પસંદ કરતો અને પછી બીજી યાદગાર ઈનિંગ અંગે પૂછીને ફેવરિટ ઈનિંગ પસંદ કરવા કહેવામાં આવતું. ઘણી સદીની ઈનિંગ્સમાંથી તેણે એવી ઈનિંગ પસંદ કરી જેમાં તેણે 50 રન પણ નહતા બનાવ્યા.
વિરાટ કોહલીને સૌપ્રથમ 2012માં શ્રીલંકા સામે અણનમ 133 અને 2011ના ઓડીઆઈ વર્લ્ડ કપ ફાઈનલમાં શ્રીલંકા સામે 35 રનની ઈનિંગ રજૂ કરવામાં આવી હતી. કોહલીએ 35 રનને પોતાની શ્રેષ્ઠ ઈનિંગ તરીકે પસંદ કરી.
તેણે વર્લ્ડ કપ ફાઈનલમાં તેની 35 રનની ઈનિંગને 2023માં ઓસ્ટ્રેલિયા સામેની 85 રનની ઈનિંગ, 2017માં ઈંગ્લેન્ડ સામેની 122 રનની ઈનિંગ અને 2018માં સાઉથ આફ્રિકા સામેની 160 રનની ઈનિંગ કરતા ઉપર રાખી.
43 રનની ઈનિંગને શ્રેષ્ઠ ઈનિંગ તરીકે પસંદ કરવામાં આવી
વિરાટ કોહલીએ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામેની 43 રનની ઈનિંગને 2011ના વર્લ્ડ કપ ફાઈનલમાં તેની 35 રનની ઈનિંગ કરતાં શ્રેષ્ઠ તરીકે પસંદ કરી.
તે યાદગાર 43 રનની ઈનિંગ પછી તેને 2012માં પાકિસ્તાન સામેની તેની 183 રનની ઈનિંગ, 2015માં સાઉથ આફ્રિકા સામેની તેની 138 રનની ઈનિંગ અને 2015માં પાકિસ્તાન સામેની તેની 107 રનની ઈનિંગના વિકલ્પો આપવામાં આવ્યા. પરંતુ દરેક વખતે તેણે પોતાની 43 રનની ઈનિંગને શ્રેષ્ઠ ODI ઈનિંગ તરીકે પસંદ કરી.






