કરોડોની કમાણી કરી પરંતુ IPLમાં પરફોર્મન્સ ન આપી શક્યા, ટીમોને મોંઘા પડ્યા મેકસવેલ સહિત આ 3 ખેલાડીઓ
IPLની 17મી સિઝન પૂર્ણ થઈ ગઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સે આ સિઝનનો ખિતાબ જીત્યો હતો. આ સિઝન માટ

IPLની 17મી સિઝન પૂર્ણ થઈ ગઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સે આ સિઝનનો ખિતાબ જીત્યો હતો. આ સિઝન માટે ટીમોએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ આનો લાભ માત્ર થોડી જ ટીમોને મળ્યા છે. આ સિઝનમાં કરોડો રૂપિયા લેનારા ઘણા ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. ચાલો તમને એ 3 ખેલાડીઓ વિશે જણાવીએ જેમણે કરોડોની કમાણી અને આખી સિઝનમાં કંઈ ખાસ કરી ન શક્યા.
ગ્લેન મેક્સવેલ (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ)
ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્લેન મેક્સવેલ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો ભાગ હતો. RCBએ તેને 11 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. પરંતુ મેક્સવેલના ટીમમાં હોવાનો કોઈ ખાસ ફાયદો ન થયો. તે બેટિંગમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. પોતાની બોલિંગમાં પણ વધારે સફળતા નહોતો મેળવી શક્યો. મેક્સવેલે આ સિઝનમાં 10 મેચમાં 52 રન બનાવ્યા અને 6 વિકેટ લીધી હતી. RCBએ પ્લેઓફ સુધીનો પ્રવાસ ખેડ્યો હતો. પરંતુ એલિમિનેટર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ 14માંથી 7 મેચ જીતી હતી.
દેવદત્ત પડિક્કલ (લખનૌ સુપર જાયન્ટ્સ)
લખનૌ સુપર જાયન્ટ્સ માટે દેવદત્ત પડિક્કલ મોંઘો સાબિત થયો હતો. તેને લખનૌએ ટ્રેડ દ્વારા રાજસ્થાન રોયલ્સ પાસેથી લીધો હતો. પડિકલને 7.75 કરોડ રૂપિયા મળ્યા હતા. પરંતુ તેનું પ્રદર્શન ખાસ નહોતું. દેવદત્તે IPL 2024ની 7 મેચમાં 38 રન બનાવ્યા હતા. તે અડધી સદી પણ ફટકારી શક્યો નહોતો. લખનૌ પોઈન્ટ્સ ટેબલમાં સાતમા નંબરે હતી.
કુમાર કુશાગ્ર (દિલ્હી કેપિટલ્સ)
દિલ્હી કેપિટલ્સને કુમાર કુશાગ્ર પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ તઓ ફ્લોપ સાબિત થયો. દિલ્હીએ કુશાગ્રને 7.20 કરોડ રૂપિયા આપ્યા હતા. પરંતુ તે પોતાની પ્રતિભા બતાવી શક્યો નહીં. કુમાર કુશાગ્રને IPL 2024ની 4 મેચમાં રમવાની તક મળી. આ દરમિયાન તેણે માત્ર 3 રન બનાવ્યા હતા. દિલ્હી પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને હતી. ટીમે 14 મેચ રમી અને 7માં જીત મેળવી હતી. આ સાથે 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.






