મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL મેચ વચ્ચે આ અનુભવી ખેલાડીએ કરી ચૂંટણી લક્ષી જાહેરાત, Video થયો વાયરલ

દેશમાં ક્રિકેટ પ્રત્યે લોકોમાં એક અલગ જ જુસ્સો જોવા મળે છે. એવામાં હાલમાં ઈન્

IPL મેચ વચ્ચે આ અનુભવી ખેલાડીએ કરી ચૂંટણી લક્ષી જાહેરાત, Video થયો વાયરલ

દેશમાં ક્રિકેટ પ્રત્યે લોકોમાં એક અલગ જ જુસ્સો જોવા મળે છે. એવામાં હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચો રમાઈ રહી છે. તો બીજી તરફ દેશમાં લોકસભાની ચૂંટણી પણ ચાલી રહી છે. આજે (26 એપ્રિલ) બીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. 1983ની વિશ્વ ચેમ્પિયન ભારતીય ટીમના ખેલાડી સુનીલ ગાવસ્કરે પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચેની IPL મેચ દરમિયાન મતદાન માટે અપીલ કરી હતી. RCB અને SRH વચ્ચેની મેચ 25 એપ્રિલે હૈદરાબાદમાં રમાઈ હતી. જ્યાં આરસીબીનો 35 રને વિજય થયો હતો.

અનુભવી ખેલાડી સુનીલ ગાવસ્કરનો આ વીડિયો ભારતના ચૂંટણી પંચે X પર શેર કર્યો હતો. જેમાં ગાવસ્કર RCB અને SRH વચ્ચેની મેચની કોમેન્ટ્રી દરમિયાન લોકોને વોટ કરવાની અપીલ કરી રહ્યા છે. લોકોએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી.

ગાવસ્કરે ચૂંટણીને લોકશાહીની સૌથી મોટી ઉજવણી તરીકે વ્યાખ્યાયિત કરી હતી. આ દરમિયાન ગાવસ્કરે કહ્યું કે ભારતના લોકો તેમના લોકતાંત્રિક અધિકારો માટે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે, આજે 26 એપ્રિલે  દેશમાં 13 રાજ્યોની 88 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં રાહુલ ગાંધી અને હેમા માલિની સહિત અનેક વરિષ્ઠ રાજકારણીઓની પ્રતિષ્ઠા દાવ પર છે. કુલ 16 કરોડ મતદારો માટે 1 લાખ 67 હજાર મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થયું હતું. સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને મતગણતરી બાદ આવશે.

આજે કેરળની તમામ 20, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની 8-8, મધ્યપ્રદેશની 6, આસામ અને બિહારની 5-5, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢની 3-3, ત્રિપુરાની 1-1 બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરની બંને લોકસભા સીટો પર મતદાન થઇ રહ્યું છે. 

આ સમાચાર શેર કરો