T20 World Cup 2024: IPL અધવચ્ચે છોડીને ટી20 વર્લ્ડ કપ માટે રવાના થશે ટીમ ઈન્ડિયા
IPL 2024 પછી તુરંત T20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. IPLની ફાઈનલ 26 મે, રવિવારે રમ

IPL 2024 પછી તુરંત T20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. IPLની ફાઈનલ 26 મે, રવિવારે રમાશે અને તેના 5 દિવસ પછી એટલે કે 1 જૂનથી T20 વર્લ્ડ કપ શરૂ થશે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓના અમેરિકા જવા અંગે સવાલ થઈ રહ્યા છે કે માત્ર પાંચ દિવસમાં વર્લ્ડ કપની ટીમ કેવી રીતે અમેરિકા પહોંચશે? હવે મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ IPL અધવચ્ચે છોડીને ટી20 વર્લ્ડ કપ માટે અમેરિકા જવા રવાના થશે.
એક રિપોર્ટ અનુસાર ભારતીય ટીમ 21 મેના રોજ અમેરિકા જવા રવાના થશે. જેમાં પ્રથમ બેચમાં એવા ભારતીય ખેલાડીઓ સામેલ હશે જે IPL પ્લેઓફનો ભાગ નહીં હોય. આવી સ્થિતિમાં, IPL 2024 વચ્ચે કયા ભારતીય ખેલાડીઓ વર્લ્ડ કપ માટે રવાના થશે તે જોવું રસપ્રદ રહેશે.
જણાવી દઈએ કે ICCએ T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમોની જાહેરાત કરવા માટે 1 મે સુધીની સમયમર્યાદા નક્કી કરી છે. આવી સ્થિતિમાં BCCI ગમે તે ઘડીએ ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. આ સિવાય ટીમ સિલેક્શન માટે ઘણા પાસાઓને પણ ધ્યાનમાં રાખવામાં આવશે, જેમ કે ટીમમાં કયા વિકેટકીપરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ટીમના ઓપનરો અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
રોહિત શર્માની સાથે ઓપનિંગની જવાબદારી શુભમન ગિલ કે યશસ્વી જયસ્વાલ બેમાંથી કોને સોંપાશે તે જોવું રસપ્રદ રહેશે. આ સિવાય ઋષભ પંત, કેએલ રાહુલ અને સંજુ સેમસન વિકેટકીપરની રેસમાં સામેલ છે. આઈપીએલની રમતના આધારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની પસંદગી થઈ શકે છે.
નોંધનીય છે કે ટી20 વર્લ્ડ કપ માટે એવી પણ જોરદાર ચર્ચા ચાલી રહી છે કે ટૂર્નામેન્ટ માટે વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં નહીં આવે. ઘણા પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો અને નિષ્ણાતોએ પોતપોતાની ટીમમાં વિરાટ કોહલીને સામેલ કર્યો ન હતો. આવી સ્થિતિમાં કોહલીની પસંદગી અંગે પણ બધાની નજર રહેશે.






