મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ત્રણ T20 અને ODI સીરિઝ માટે શ્રીલંકા પહોંચી ટીમ ઈન્ડિયા, બંને ફોર્મેટમાં ઉપ-કપ્તાન હશે ગિલ

ભારતીય ક્રિકેટ ટીમ તેની આગામી સીરિઝ માટે શ્રીલંકા પહોંચી ગઈ છે. ભારતીય ટીમ સાથે

ત્રણ T20 અને ODI સીરિઝ માટે શ્રીલંકા પહોંચી ટીમ ઈન્ડિયા, બંને ફોર્મેટમાં ઉપ-કપ્તાન હશે ગિલ

ભારતીય ક્રિકેટ ટીમ તેની આગામી સીરિઝ માટે શ્રીલંકા પહોંચી ગઈ છે. ભારતીય ટીમ સાથે મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ પહોંચ્યા છે. મુખ્ય કોચ તરીકે ગંભીરનો આ પહેલો પ્રવાસ છે. ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર 3 મેચની T20 અને 3 મેચની ODI સીરિઝ રમશે. પહેલા ટી-20 સીરિઝ રમાશે અને પછી વનડે સીરિઝ શરૂ થશે. સૂર્યકુમાર યાદવ T20 સીરિઝમાં કેપ્ટન તરીકે જોવા મળશે, જ્યારે નિયમિત કેપ્ટન રોહિત શર્મા વનડેમાં જોવા મળશે.

T20 સીરિઝ 27 જુલાઈથી રમાશે. સીરિઝની છેલ્લી મેચ 30 જુલાઈએ રમાશે. T20 સીરિઝની તમામ મેચ પલ્લેકલેના પલ્લેકલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે. ટીમ ઈન્ડિયા કોલંબો થઈને પલ્લેકલે પહોંચી છે. BCCIએ એક વીડિયો શેર કરીને ટીમ ઈન્ડિયાના શ્રીલંકાના આગમનની જાણકારી આપી છે. વીડિયોમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર, T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને અન્ય ખેલાડીઓ જોવા મળ્યા હતા. ફેન્સ પણ એરપોર્ટ પર ભારતીય ખેલાડીઓ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.

રોહિત શર્મા બાદ સૂર્યકુમાર યાદવ બન્યો T20નો કેપ્ટન 

ઉલ્લેખનીય છે કે, 2024 T20 વર્લ્ડ ટાઈટલ જીત્યા બાદ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન હતો. રોહિતની T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ બાદ સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

જોકે, આ પહેલા યુવા ટીમ ઈન્ડિયા પાંચ મેચની ટી-20 સીરિઝ માટે ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ હતી, જ્યાં શુભમન ગિલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે જોવા મળ્યો હતો. ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાના મોટાભાગના સિનિયર ખેલાડીઓ આરામ પર હતા. ઝિમ્બાબ્વે પ્રવાસમાં કપ્તાન રહેલા શુભમન ગિલને શ્રીલંકા પ્રવાસ પર ટી-20 અને વનડે બંને સીરિઝમાં ભારતનો ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો