મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટીમ ઈન્ડિયા 'આતંકવાદીઓના નિશાના પર' : શું BCCI, ICCઅને PCBને પાકિસ્તાનનો પ્રવાસ નહિ કરવા માટે કહેશે?

Team India 'High Target For Terrorists': BCCI Tell Not Travelling To Pakistan | ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ક્યાં અને ક્યારે રમાશે? વિશ્વ ક્રિકેટમાં અત્યારે આ સૌથ

ટીમ ઈન્ડિયા 'આતંકવાદીઓના નિશાના પર' : શું BCCI, ICCઅને PCBને પાકિસ્તાનનો પ્રવાસ નહિ કરવા માટે કહેશે?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ક્યાં અને ક્યારે રમાશે? વિશ્વ ક્રિકેટમાં અત્યારે આ સૌથી મોટો પ્રશ્ન છે. પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના યજમાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. જ્યારે ભારતઆવક પેદા કરવાની ક્ષમતાને કારણે વિશ્વ ક્રિકેટમાં મહત્તમ શક્તિ ધરાવે છે. હવે, BCCI એ વિશ્વ ક્રિકેટ સંસ્થા ICC ને જાણ કરી છે કે તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. ભારત અને પાકિસ્તાન રાજકીય તણાવને કારણે દ્વિપક્ષીય શ્રેણી નથી રમી રહ્યા. કટ્ટર હરીફો માત્ર ICC અને એશિયન ક્રિકેટ કાઉન્સિલની ઇવેન્ટમાં જ એકબીજા સાથે રમે છે.

BCCIને લેખિત જવાબમાં ખુલાસો કરવા જણાવ્યું

ભારતે છેલ્લે 2006માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. હવે, ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કરતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ કડક વલણ અપનાવ્યું છે. તેણે કહ્યું છે કે હોસ્ટિંગનું 'હાઇબ્રિડ મોડલ' પ્રશ્નની બહાર છે. તેણે આઈસીસીને BCCI દ્વારા પાકિસ્તાન પ્રવાસ કરવાનો ઈન્કાર કરવા પાછળના કારણો અંગે લેખિત જવાબમાં ખુલાસો કરવા પણ જણાવ્યું છે.

એક વીડિયો રિપોર્ટ અનુસાર,  BCCI દ્વારા આપવામાં આવેલા જવાબમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની સુરક્ષાને લઈને ચિંતાનો ઉલ્લેખ કરવામાં આવશે.

2009માં શ્રીલંકાની ટીમ પર આતંકી હુમલો 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે BCCI દ્વારા ICCને મોકલવામાં આવેલા જવાબની સાથે એક ડોઝિયર પણ છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે BCCI પાકિસ્તાનમાં થઈ રહેલી આતંકવાદી ગતિવિધિઓને લઈને ચિંતિત છે. તેણે સરહદ પારના આતંકવાદનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે પાકિસ્તાનમાં ભારતીય ખેલાડીઓ સંભવિત રીતે નિશાન બની શકે છે. ભારતીય ક્રિકેટ ટીમને સામાન્ય લોકો તરફથી ઘણો પ્રેમ મળતો હોવા છતાં આતંકવાદીઓ ભારતીય ક્રિકેટ ટીમને નિશાન બનાવી શકે તેવી શક્યતા હંમેશા રહે છે. જે રીતે 2009માં પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ સાથે થયું હતું. ડોઝિયરમાં છેલ્લા 12 મહિનામાં પાકિસ્તાનમાં થયેલી આતંકવાદી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવશે.

જોકે PCB અને BCCI તેમના વર્તમાન સ્ટેન્ડથી પીછેહઠ કરવા તૈયાર નથી, પરંતુ આ મામલાને ઉકેલવાની જવાબદારી ICCના ખભા પર છે, જેની પાસે ફક્ત ત્રણ વિકલ્પો છે. જએ આ પ્રમાણે છે.. 

1. PCBને BCCIના હાઇબ્રિડ મોડલ પ્રસ્તાવ સાથે સંમત થવા માટે સમજાવવું,  જેના હેઠળ ટૂર્નામેન્ટની 15 મેચોમાંથી પાંચ મેચ UAEમાં રમાશે.

આ પણ વાંચો : 'ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે તમે પાકિસ્તાન કેમ નથી આવતા',  ફેન્સના સવાલનો સૂર્યકુમાર યાદવે આપ્યો જવાબ

2. ચેમ્પિયન્સ ટ્રોફીને આખેઆખી પાકિસ્તાનની બહાર લઈ જવી, પરંતુ આ નિર્ણય પછી PCB પોતાની ટીમની ભાગીદારી સંપૂર્ણપણે પાછી ખેંચી લેવાનો નિર્ણય લઈ શકે છે.

3. ચેમ્પિયન્સ ટ્રોફી અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવી, આ નિર્ણયથી ICC અને PCB બંનેની આવક પર ભારે અસર પડી શકે છે, જેમને આ ટૂર્નામેન્ટમાંથી ઘણી રકમ મળવાની છે.

આ સમાચાર શેર કરો