'ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે તમે પાકિસ્તાન કેમ નથી આવતા', ફેન્સના સવાલનો સૂર્યકુમાર યાદવે આપ્યો જવાબ
ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાનની યજમાનીમાં રમાશે. જોકે, ભા

ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાનની યજમાનીમાં રમાશે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની ટીમને ટૂર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન નહીં મોકલે. દક્ષિણ આફ્રિકામાં ટી-20 સિરીઝ રમતી ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને એક ફેન્સે સવાલ પૂછ્યો હતો જેનો સૂર્યાએ પણ જવાબ આપ્યો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન કેમ નથી આવતા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સૂર્યકુમાર યાદવ ફેન્સ સાથે વાતચીત કરતો જોવા મળે છે. આ વચ્ચે એક ફેન્સ પૂછે છે, 'એક વાત જણાવો, તમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન કેમ નથી આવી રહ્યાં? જેના પર સૂર્યકુમાર યાદવે શાંત સ્વભાવથી જવાબ આપતા કહ્યું, 'અરે ભાઇ...આ અમારા હાથમાં થોડી છે.' આ દરમિયાન સૂર્યકુમાર યાદવ સાથે રિન્કુ સિંહ પણ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સને લઈને થયો હોબાળો, નારાજ પૂર્વ ભારતીય ક્રિકેટરની BCCIને સલાહ
ભારત આફ્રિકા સામે બુધવારે રમશે ત્રીજી મેચ
મહત્ત્વપૂર્ણ છે કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી 4 ટી-20 મેચની સિરીઝ 1-1ની બરાબરી પર છે. ભારતે ડરબનમાં પ્રથમ મેચ જીતી હતી જ્યારે દક્ષિણ આફ્રિકાએ ગેકેબરહામાં બીજી મેચ જીતી લીધી હતી. હવે સિરીઝની ત્રીજી મેચ બુધવારે 13 નવેમ્બરે રમાશે.






