રોહિત શર્મા-સૂર્યકુમાર યાદવ ભાંગડા કરતા જોવા મળ્યા, વર્લ્ડ ચેમ્પિયન ટીમનું દેશમાં થયું ભવ્ય સ્વાગત
ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યા બાદ પરત ફરી છે. દિલ્હીમાં ઉતરતાની સાથે જ ટીમ ઇ

ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યા બાદ પરત ફરી છે. દિલ્હીમાં ઉતરતાની સાથે જ ટીમ ઇન્ડિયાનું ફેન્સે ભવ્ય સ્વાગત કર્યું હતું. દિલ્હી એરપોર્ટથી લઇને હોટલ સુધી ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલની બહાર સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્મા ભાંગડા કરતા જોવા મળ્યા હતા.
સૂર્યકુમારે ભાંગડા કર્યા
ભારતીય ટીમની ચાર્ટર્ડ ફ્લાઈટ ગુરુવારે સવારે 6.10 વાગ્યે દિલ્હીના એરપોર્ટ પર લેન્ડ થયા બાદ તમામ ખેલાડીઓ હોટેલ જવા રવાના થઈ ગયા. હોટલ પહોંચ્યા બાદ ભારતીય ટીમનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટીમના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવે ભાંગડા કર્યા હતા, તેનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.
હોટલમાં ટીમ ઇન્ડિયાએ કાપ્યો કેક
વિશ્વ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાનું દિલ્હીની ITC મૌર્યા હોટલમાં રેડ કાર્પેટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમના સ્વાગત માટે ખાસ કેક તૈયાર કરવામાં આવ્યો હતો.
ટીમ ઈન્ડિયાનો આજનો કાર્યક્રમ
- ભારતીય ખેલાડીઓ સવારે લગભગ 9.30 વાગ્યે પીએમ હાઉસ જવા રવાના થશે.
- ટીમ ઈન્ડિયા સવારે 11 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદીને મળશે.
- પીએમ મોદીને મળ્યા બાદ ખેલાડીઓ ચાર્ટર્ડ ફ્લાઈટથી મુંબઈ જશે.
- મુંબઈમાં ઉતર્યા બાદ તમામ ખેલાડીઓ ઓપન બસમાં વાનખેડે સ્ટેડિયમ પહોંચશે.
- આજે સાંજે 5:00 વાગ્યાથી મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમ વચ્ચે વિજય પરેડ થશે.








