વર્લ્ડકપ જીત્યા બાદ હાર્દિક પંડયા રડી પડ્યો, સિરાજ પણ ન રોકી શક્યો આંસુ, આખી ભારતીય ટીમ થઈ ગઈ ભાવુક
જ્યારે ભારતીય ટીમે T20 વર્લ્ડ કપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું ત્યારે એવું લાગી રહ્યું હતું કે ખૂ

જ્યારે ભારતીય ટીમે T20 વર્લ્ડ કપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું ત્યારે એવું લાગી રહ્યું હતું કે ખૂબ જ ઉજવણી થશે. ખેલાડીઓ જીતતાની સાથે જ મેદાન પર દોડવા લાગશે. પરંતુ આવું કંઈ થયું નથી. લગભગ દરેક ખેલાડી જ્યાં હતો ત્યાં જમીન પર બેસી ગયો. કારણ કે ICC ટ્રોફીની રાહ ઘણી લાંબી હતી. છેલ્લી વખત ભારતે 2013માં ICC ટ્રોફી જીતી હતી. ટીમ 2011 પછી વર્લ્ડ ચેમ્પિયન ન હતી બની. ટીમે છેલ્લો T20 વર્લ્ડ કપ 17 વર્ષ પહેલા 2007માં જીત્યો હતો.
સિરાજ બોલી ન શક્યો
મોહમ્મદ સિરાજ શરૂઆતની મેચોમાં ભારતની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો. T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ તેની આંખોમાં આંસુ હતા. ચેમ્પિયન બન્યા બાદ સિરાજ દિનેશ કાર્તિકને આપેલા ઇન્ટરવ્યુદરમિયાન એટલો ભાવુક હતો કે તે કઈ બોલી જ ન હતો શકતો.
હાર્દિકની પીડા બહાર આવી
2024માં જો કોઈ ભારતીય ખેલાડીને સૌથી વધુ નફરત મળી હોય તો તે હાર્દિક પંડ્યા છે. હાર્દિકે ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ મેળવ્યા બાદ બંને ટીમના ચાહકોએ તેના પર નિશાન સાધ્યું હતું. જીત બાદ હાર્દિક બાળકની જેમ રડી રહ્યો હતો.
રોહિતની છેલ્લી આંતરરાષ્ટ્રીય T20
કેપ્ટન રોહિત શર્માની આ છેલ્લી T20 ઈન્ટરનેશનલ મેચ હતી. રોહિત પણ જીત બાદ ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. ઉજવણી કરવાને બદલે, તે તેની ફિલ્ડિંગ પોઝિશનની નજીક સૂઈ ગયો. સેલિબ્રેશન દરમિયાન પણ રોહિત શાંત દેખાતો હતો.
હંમેશા આક્રમકતા દેખાડનાર વિરાટ પણ ભાવુક થયો
વિરાટ કોહલી તેની આક્રમકતા માટે જાણીતો છે. ફાઈનલ જીત્યા બાદ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે વિરાટ આ જ રીતે ઉજવણી કરશે. પરંતુ આવું કંઈ થયું નથી. વિરાટ કોહલી પણ ઘણો ભાવુક થઈ ગયો.
17 વર્ષ પછી ટાઈટલ આવ્યું
ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમ આ પહેલા 2014માં ફાઈનલ રમી હતી. પણ ટાઈટલ જીતવામાં સફળ નહતી થઈ. 2013થી, ભારત લગભગ દરેક ICC ઈવેન્ટના નોકઆઉટમાં પહોંચ્યું છે પરંતુ ટીમ એક પણ વખત જીતી શકી નથી. ત્યારે 11 વર્ષ પછી ટ્રોફીના દુષ્કાળનો અંત આવ્યો છે.








