ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ, આ રીતે જુઓ 'ફ્રી'માં લાઈવ
T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ આજે એટલે કે શનિવાર 29 જૂને ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે

T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ આજે એટલે કે શનિવાર 29 જૂને ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે રમાશે. બંને વચ્ચે ટાઈટલ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાશે. આ મેચ દ્વારા ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની બીજી ટ્રોફી જીતવા ઈચ્છશે, જ્યારે દક્ષિણ આફ્રિકા પ્રથમ ટ્રોફીની શોધમાં મેદાનમાં ઉતરશે. તો અહીં જાણો આ ટાઈટલ ફાઈટ ક્યારે, ક્યાં અને કેવી રીતે મફતમાં લાઈવ જોઈ શકો છો.
મેચ ક્યાં રમાશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસમાં રમાશે.
મેચ ક્યારે રમાશે?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટાઈટલ મેચ આજે એટલે કે 29 જૂન, શનિવારે રમાશે. બાર્બાડોસના સ્થાનિક સમય અનુસાર મેચ સવારે 10.30 વાગ્યે શરૂ થશે. જો કે ભારતીય સમય અનુસાર મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.
તમે ટીવી પર લાઈવ ક્યાં જોઈ શકશો?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ભારતમાં ટીવી પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે.
'ફ્રી'માં લાઇવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોવું
T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર દ્વારા કરવામાં આવશે, જ્યાં તમે આ મેચ મોબાઈલ પર 'ફ્રી' જોઈ શકશો.
T20 વર્લ્ડ કપ ફાઈનલ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન.
T20 વર્લ્ડ કપ ફાઈનલ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ
એઇડન માર્કરામ (કેપ્ટન), ઓટ્ટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિન્ટન ડી કોક, બીજોર્ન ફોર્ટ્યુન, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, એનરિચ નોર્ટજે, કાગીસો રબાડા, રેયાન રિકલ્ટન, ટ્રિબાઈઝ સ્ટબ્સી.








