VIDEO: ચાલુ મેચમાં રોહિત શર્માને ભેટી પડ્યો ફેન્સ, અમેરિકામાં ય અમદાવાદવાળી
ટી-20 વર્લ્ડકપ 2024 પહેલા શનિવારે 1 જૂનના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વોર્મ-અપ મેચ રમાઈ હતી. મેચ દર

ટી-20 વર્લ્ડકપ 2024 પહેલા શનિવારે 1 જૂનના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વોર્મ-અપ મેચ રમાઈ હતી. મેચ દરમિયાન એક ફેન્સ રોહિત શર્માને મળવા માટે મેદાનમાં ઘૂસી ગયો હતો. ત્યારબાદ ભારતીય કેપ્ટને જે કર્યું તેણે બધાનું દિલ જીતી લીધું. આ ફેન્સ રોહિત શર્માને મળવામાં તો સફળ રહ્યો પરંતુ ત્યારબાદ પોલીસે તેને દબોચી લીધો અને મેદાનની બહાર પહોંચાડી દીધો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.
અમેરિકન પોલીસે ક્રૂરતા સાથે ચાહકને દબોચ્યો
આ ઘટના બાંગ્લાદેશના રન ચેઝ દરમિયાન બની હતી. ભારતીય ટીમ જ્યારે મેદાન પર હતી ત્યારે આ ફેન્સ સુરક્ષા તોડીને મેદાનમાં ઘૂસવામાં સફળ રહ્યો. ઝડપથી દોડીને આ ફેન્સ હિટમેનની નજીક પહોંચી ગયો. જ્યાં સુધી અમેરિકન પોલીસ તેને પકડે ત્યાં સુધીમાં તે રોહિત શર્મા સાથે હાથ મિલાવવા ઉપરાંત તેને ગળે લગાવાની પોતાની ઈચ્છા પૂરી કરી ચૂક્યો હતો. જોકે, ત્યાર બાદ અમેરિકન પોલીસે ખૂબ જ ક્રૂરતા સાથે આ ચાહકને દબોચી લીધો અને રોહિત શર્માની સામે જ તેને હાથકડી લગાવી દીધી. આ દરમિયાન રોહિત શર્માએ સુરક્ષાકર્મીઓને કહ્યું કે, મહેરબાની કરીને તમે તેની સાથે સખતાઈથી નહીં વર્તો. તેને કોઈ હાનિ ન થાય એનું પણ ધ્યાન રાખજો. રોહિત શર્માના આ જેસ્ચરે બધાનું દિલ જીતી લીધું.
ટીમ ઈન્ડિયાનો 60 રનથી વિજય થયો હતો
નોંધનીય છે કે, ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 122 રન જ બનાવી શકી હતી. પરિણામે ટીમ ઈન્ડિયાનો 60 રનથી વિજય થયો હતો.








