મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

T20 world cupમાં ભારત સામે હારી જતાં પાકિસ્તાનની મુશ્કેલી વધી, સુપર-8માં પહોંચવા આયર્લેન્ડનો સહારો

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. આ વર્લ્ડકપની શરૂઆત પાકિસ્ત

T20 world cupમાં ભારત સામે હારી જતાં પાકિસ્તાનની મુશ્કેલી વધી, સુપર-8માં પહોંચવા આયર્લેન્ડનો સહારો

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. આ વર્લ્ડકપની શરૂઆત પાકિસ્તાન માટે સારી રહી નથી. ટીમની પ્રથમ મેચમાં પાકિસ્તાનને USAએ સુપર ઓવરમાં હરાવ્યું હતું. જ્યારે 9 જૂન (રવિવારે) ભારત સામેની લોસ્કોરિંગ મેચમાં છ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બાબર આઝમની કેપ્ટન્સીમાં પાકિસ્તાને અત્યાર સુધી બે મેચ રમી છે અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાલની સ્થિતિ જોતાં T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. પાકિસ્તાનની સુપર-8માં પહોંચવામાં લટકતી તલવાર છે. હાલની સ્થિતિમાં પાકિસ્તાનને સુપર-8માં પહોંચવા માટે આયર્લેન્ડ અને ભારતના સહારાની જરૂર પડશે.

પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનની ખરાબ સ્થિતિ 

આ વખતના ટી20 વર્લ્ડકપમાં ગ્રુપ-એમાં પાકિસ્તાન ચોથા સ્થાન પર છે. પાકિસ્તાનના 2 મેચ બાદ 0 પોઈન્ટ છે અને નેટ રન રેટ પણ માઈનસ (-0.150)માં છે. એવામાં સુપર-8માં જગ્યા બનાવવાની સંભાવના ખૂબજ ઓછી છે. બાબરની કપ્તાનીવાળી ટીમને હવેની બે મેચ કેનેડા અને આયર્લેન્ડ સામે રમવાની છે. જો પાકિસ્તાન આ બંને મેચ જીતી જાય તો પણ સુપર-8માં ક્વોલિફાઈ થવા માટે નેટ રનરેટ પર આધાર રાખવો પડશે. 

આ ઉપરાંત પાકિસ્તાને અમેરિકા પર પણ આધાર રાખવો પડશે કે અમેરિકા તેની બાકીની મેચ જીતે નહીં. આ ઉપરાંત કેનેડા તેની બંને મેચ હારી જાય અને આયર્લેન્ડ એકથી વધુ મેચ ના જીતે. જો પાકિસ્તાન તેની બંને મેચો જીતી જાય અને અમેરિકા પોતાની બંને મેચ હારી જાય તો એવી સ્થિતિમાં અમેરિકા અને પાકિસ્તાન બંનેના 4-4 પોઈન્ટ થાય. જેમાં સુપર-8માં ક્વોલિફિકેશન માટે નેટ રન-રેટ ઉપર આધાર રાખવો પડશે.  

જો યુએસએ ભારત સામે હારી જાય અને આયર્લેન્ડને હરાવે તો પાકિસ્તાન સુપર 8માંથી આપોઆપ બહાર થઈ જશે. આ રીતે અમેરિકા ઐતિહાસિક પ્રદર્શન કરીને સુપર-8માં પહોંચશે. જો પાકિસ્તાન તેની બેમાંથી માત્ર એક મેચ જીતે તો તે સંપૂર્ણ રીતે બહાર થઈ જશે. આ સાથે જ ભારત સરળતાથી એક મેચ જીતીને સુપર-8માં પ્રવેશ કરી શકે છે. જણાવી દઈએ કે, ગ્રુપની ટોપ 2 ટીમ સુપર-8 માટે ક્વોલિફાઈ થશે.

આ સમાચાર શેર કરો