T20 World Cup 2024 / અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, ગયાનામાં યુગાન્ડાને હરાવીને બનાવ્યો આ રેકોર્ડ
T20 વર્લ્ડ કપની 9મી સિઝનની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ટૂર્નામેન્ટની પાંચમી મેચમાં અફઘાનિસ્તાન અને યુગાન્ડા વચ્ચે મે

T20 વર્લ્ડ કપની 9મી સિઝનની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ટૂર્નામેન્ટની પાંચમી મેચમાં અફઘાનિસ્તાન અને યુગાન્ડા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. તમને જણાવી દઈએ કે, યુગાન્ડા તેના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત આ મેગા ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યું છે, પરંતુ તેને તેની પ્રથમ મેચમાં મોટી હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, અફઘાનિસ્તાન સામે પણ આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી.
ગયાનામાં અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીત
અફઘાનિસ્તાને આ મેચમાં પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર બોર્ડ પર મૂક્યો હતો. અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. આ દરમિયાન રહેમાનુલ્લા ગુરબાઝે 45 બોલમાં 76 રનની ઈનિંગ રમી હતી. જેમાં તેણે 4 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. જ્યારે ઈબ્રાહિમ ઝાદરાને 46 બોલમાં 70 રન બનાવ્યા હતા. આ બંને ખેલાડીઓ વચ્ચે પ્રથમ વિકેટ માટે 154 રનની ભાગીદારી થઈ હતી. જવાબમાં યુગાન્ડાની ટીમ 58 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ચોથી વખત આવું બન્યું
અફઘાનિસ્તાને આ મેચ 125 રને જીતી છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં રનના માર્જિનથી આ ચોથી સૌથી મોટી જીત છે. આ પહેલા T20 વર્લ્ડ કપમાં માત્ર ત્રણ વખત કોઈ ટીમ 120 કે તેથી વધુ રનના માર્જિનથી મેચ જીતી શકી હતી. T20 વર્લ્ડ કપમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ શ્રીલંકાના નામે છે. શ્રીલંકાએ વર્ષ 2007માં કેન્યાને 172 રનના માર્જીનથી હરાવ્યું હતું.
T20 વર્લ્ડ કપમાં સૌથી મોટો વિજય માર્જિન
- 172 રન - શ્રીલંકા vs કેન્યા, જોહાનિસબર્ગ, 2007
- 130 રન - અફઘાનિસ્તાન vs સ્કોટલેન્ડ, શારજાહ, 2021
- 130 રન - દક્ષિણ આફ્રિકા vs સ્કોટલેન્ડ, ધ ઓવલ, 2009
- 125 રન - અફઘાનિસ્તાન vs યુગાન્ડા, ગયાના, 2024
- 116 રન - ઈંગ્લેન્ડ vs અફઘાનિસ્તાન, કોલંબો આરપીએસ, 2012






