Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : T20 WC IND vs SA: Team India's humiliating defeat in Ahmedabad, India bowled out for 111 runs

T20 WC IND vs SA: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, 111 રનમાં સમેટાઈ ગયું ભારત

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2026
લાઇવ ટીવીGoogle News
T20 WC IND vs SA: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, 111 રનમાં સમેટાઈ ગયું ભારત
સોર્સ : gstv

ICC T20 WCની આજની મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ભારત હારી ચૂક્યું છે. 188 રનના ટાર્ગેટ સામે ટીમ ઈન્ડિયા 18.5 ઓવરમાં 111 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. જણાવી દઈએ કે, સુપર-8 મેચમાં આજે ભારતનો પરાજય થયો અને સાઉથ આફ્રિકાએ 76 રનથી આ મેચ જીતી લીધી છે. ભારતની આ વિશ્વકપમાં આ પહેલી હાર નોંધાઈ છે.

App Store

ભારત તરફથી બેટિંગમાં સારું પ્રદર્શન ના થઈ શક્યું. ઓપનર્સ સહિત ઘણા બેટર્સ રન ના બનાવી શક્યા. માત્ર શિવમ દૂબેએ સારી લડત આપતા 42 રન બનાવ્યા હતા. ઈશાન કિશન 0, અભિષેક શર્મા 15, તિલક વર્મા 1, સૂર્યકુમાર યાદવ 18, સુંદર 11, હાર્દિક પંડ્યા 18, રિંકુ સિંહ 0 અને અર્શદિપ 1 રન બનાવી આઉટ થયો હતો. સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ 4 વિકેટ માર્કો જેન્સને લીધી હતી. સાથે મહારાજના નામે પણ 3 વિકેટ નોંધાઈ હતી.

દક્ષિણ આફ્રિકાએ ભારતને આપ્યો હતો 188 રનનો લક્ષ્યાંક

દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી ન હતી, પરંતુ તેમનો અંત શાનદાર રહ્યો. છેલ્લી ઓવરમાં 20 રનની મદદથી દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 7 વિકેટે 187 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે 63, ડેવાલ્ડ બ્રેવિસે 45 અને ટ્રેસ્ટન સ્ટબ્સે અણનમ 44 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહ શ્રેષ્ઠ બોલર રહ્યો હતો, તેણે 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધી હતી.

દક્ષિણ આફ્રિકાએ જીત્યો હતો ટોસ

આજની મેચમાં દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામ અને ટીમ ઈન્ડિયાના સુકાની સૂર્યકુમાર યાદવ વચ્ચે ટોસ ઉછાળાયો હતો, જેમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો. તેથી ભારતે પહેલા બોલિંગ કરી હતી. જેમાં દક્ષિણ આફ્રિકાએ 187 રનનો સ્કોર ઉભો કર્યો હતો.