T20 WC IND vs ENG: ભારતીય બેટર્સ સામે હાંફ્યા ગોરા બોલર્સ, બ્રિટન ટીમને મળ્યો વિશાળ ટાર્ગેટ
મુંબઈમાં ભારતીય ટીમે મોટો સ્કોર ઉભો કરી દીધો છે. મેન ઈન બ્લુએ

મુંબઈમાં ભારતીય ટીમે મોટો સ્કોર ઉભો કરી દીધો છે. મેન ઈન બ્લુએ 7 વિકેટ ગુમાવીને 253 રન બનાવી લીધા છે. તેથી ફાઈનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડને 254 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારતે આજે નોકઆઉટમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો છે.
ભારત તરફથી આજે સંજૂ સેમસને સૌથી વધુ 89 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પોતાની 42 બોલની આ ઈનિંગમાં સંજૂએ 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. શિવમ દૂબેએ 43, ઈશાન કિશને 39, હાર્દિક પંડ્યાએ 27 અને તિલક વર્માએ 21 રન બનાવ્યા હતા.
જણાવી દઈએ કે, 2026ના ટી20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આજની મેચમાં વિજેતા ટીમ 8 માર્ચે ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. 2022ના ટી20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું. ટીમ 10 વિકેટથી જીતી અને પછી ફાઇનલ જીતીને ચેમ્પિયન બની. હવે, ટીમ ઇન્ડિયા પાસે મોટી તક છે. આજે એક રોમાંચક મેચની અપેક્ષા છે.
ભારતને પહેલા બેટિંગનું આમંત્રણ
ટીમ ઈન્ડિયાના સુકાની સૂર્યકુમાર યાદવ અને ઈંગ્લેન્ડના સુકાની હેરી બ્રુક વચ્ચે ટોસ ઉછાળાયો હતો, જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એટલે કે ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યું હતુ.






