મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs ENG/ ઈંગ્લેન્ડે વાનખેડેમાં જીત્યો ટોસ, ભારતને આપી પહેલી બેટિંગ

ટી20 વર્લ્ડકપ-2026ની ફાઈનલમાં પહોંચવા માટે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લન્ડ વચ્ચે

IND vs ENG/ ઈંગ્લેન્ડે વાનખેડેમાં જીત્યો ટોસ, ભારતને આપી પહેલી બેટિંગ

ટી20 વર્લ્ડકપ-2026ની ફાઈનલમાં પહોંચવા માટે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલ મેચ શરૂ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના સુકાની સૂર્યકુમાર યાદવ અને ઈંગ્લેન્ડના સુકાની હેરી બ્રુક વચ્ચે ટોસ ઉછાળાયો છે, જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ભારત પહેલા બેટિંગ કરશે. અત્યાર સુધીના રેકોર્ડ મુજબ ઈંગ્લેન્ડ સામે ભારતે મજબૂત પ્રદર્શન કર્યું છે. આ પહેલા ગઈકાલે (4 માર્ચ) રમાયેલી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. એટલે કે આજે ભારત કે ઈંગ્લેન્ડમાંથી જે ટીમ જીતશે તે 8મી માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ મેચ રમશે.

ટોસ : ટીમ ઈન્ડિયાના સુકાની સૂર્યકુમાર યાદવ અને ઈંગ્લેન્ડના સુકાની હેરી બ્રુક વચ્ચે ટોસ ઉછાળાયો છે, જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ભારત પહેલા બેટિંગ કરશે.

સેમસનના કારણે ભારત સેમિ ફાઈનલમાં

રિન્કુ સિંઘની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનારા ઓપનર સેમસને વિન્ડિઝ સામે અણનમ 97 રનની મેચ વિનિંગ ઈનિંગને સહારે ટીમને સેમિ ફાઈનલમાં પ્રવેશ અપાવ્યો હતો. નોંધપાત્ર છે કે, વાનખેડેના મેદાન પર છેલ્લે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ફેબ્રુઆરી, 2025ના રોજ મુકાબલો ખેલાયો ત્યારે અભિષેકે 54 બોલમાં ઝંઝાવાતી ૧૩૫ રન ફટકાર્યા હતા. 

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સતત ત્રીજી સેમિ ફાઈનલ

આ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સતત ત્રીજા ટી20 વર્લ્ડકપની સેમિ ફાઈનલ છે. અગાઉ બંને દેશો 10 નવેમ્બર 2022ના રોજ એડીલેડમાં રમાયેલી ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ટકરાયા હતા, ત્યારે ઈંગ્લેન્ડ 10 વિકેટથી જીત્યું હતુ. આ પછી બંને દેશો વચ્ચે 27મી જુન, 2024ના રોજ વિન્ડિઝના પ્રોવિડેન્સમાં ટી20 વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં ટક્કર થઈ હતી અને તેમાં ભારત 68 રનથી જીત્યું હતુ. 

ભારત 2007-2024માં ટી20 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું હતું

ટીમ ઈન્ડિયા 2007 અને 2024ના ટી20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી, જ્યારે 2014માં ભારતને રનરઅપ ટાઈટલથી સંતોષ માનવો પડ્યો હતો. વર્તમાન સ્થિતિ મુજબ ટીમ ઈન્ડિયાનો બેટિંગ પાવર મજબૂત છે, જ્યારે બોલિંગ પાવરમાં અનેક નબળાઈઓ સામે આવી છે. જ્યારે આ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડને બેટિંગ અને બોલિંગ પાવર મજબૂત જોવા મળ્યો છે. વર્લ્ડકપ-2026ની ગ્રૂપ મેચોમાં ભારતે ચારમાંથી ચાર તો ઈંગ્લેન્ડે ચારમાંથી ત્રણ મેચો જીતી છે, જ્યારે સુપર-8ના તબક્કામાં ભારતે ભારતે ત્રણમાંથી બે અને ઈંગ્લેન્ડે ત્રણમાંથી ત્રણેય મેચ જીતી છે. 

ભારતનું પ્રદર્શન ઈંગ્લેન્ડ સામે મજબૂત

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 29 મેચો રમાઈ છે, જેમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે. ભારતે કુલ 17 મેચોમાં જીત મેળવી છે, જ્યારે ઈંગ્લેન્ડના ફાળે 12 જીત આવી છે. સ્થળ મુજબના વિશ્લેષણ પર નજર કરીએ તો, ભારતમાં રમાયેલી 16 મેચોમાંથી ભારતે 10 મેચ જીતી છે અને ઈંગ્લેન્ડે 6 મેચમાં વિજય મેળવ્યો છે. ઈંગ્લેન્ડના મેદાન પર રમાયેલી 9 મેચોમાંથી ભારતે 4 અને ઈંગ્લેન્ડે 5 મેચ જીતી છે. તટસ્થ મેદાનો પર ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, જ્યાં 4માંથી 3 મેચ ભારતે જીતી છે, જ્યારે ઈંગ્લેન્ડ માત્ર 1 મેચ જીતવામાં સફળ રહ્યું છે. સમગ્ર રીતે જોતા, આ ડેટા સૂચવે છે કે ભારતનું પ્રદર્શન ઈંગ્લેન્ડ સામે ખાસ કરીને ઘરેલું અને તટસ્થ મેદાનો પર વધુ મજબૂત રહ્યું છે.

ભારત-ઈંગ્લેન્ડની ટીમમાં કોણ કોણ સામેલ

ભારતીય ટીમ : અભિષેક, સેમસન (વિ.કી.), કિશન, સૂર્યકુમાર (કેપ્ટન), તિલક, હાર્દિક, દુબે, અક્ષર, વરૂણ, અર્ષદીપ, બુમરાહ. 

ઈંગ્લેન્ડની ટીમ : સોલ્ટ, બટલર (વિકી), બૂ્રક (કેપ્ટન), બેથેલ, બાન્ટન, સેમ કરન, જેક્સ, ઓવર્ટન, ડોસન, આર્ચર અને રાશિદ.

આ સમાચાર શેર કરો