મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: સચિન તેંડુલકરના પુત્ર Arjun Tendulkar સાનિયા ચંડોક સાથે લગ્નના બંધનમાં જોડાયા

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર ગુરુવારે એટલે કે 5 માર્ચના રોજ મુંબઈમાં સાનિયા ચંડોક સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. બંનેના લગ્ન એક નાનકડા સમારોહમાં યોજાયા હતા. આ લગ્ન પ્રસંગમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની સહિત અનેક પૂર્વ દિગ્ગજ ક્રિકેટરોની સાથે જય શાહ પણ સામેલ થયા હતા.

અર્જુન અને સાનિયાએ ઓગસ્ટ 2025માં સગાઈ કરી હતી. આ લગ્નનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં અર્જુન સાનિયાને વરમાળા પહેરાવતો જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ તેણે સાનિયાને ગળે લગાવીને અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન અર્જુનના પિતા સચિન તેંડુલકર અને માતા પ્રિયા તેંડુલકર પણ ત્યાં ઉભેલા જોવા મળ્યા હતા અને બંને પોતાના પુત્ર અને વહુ પર ફૂલો વરસાવતા નજરે પડ્યા હતા.

સાનિયા અર્જુન કરતા ઉંમરમાં એક વર્ષ મોટા છે

અર્જુન તેંડુલકરના પત્ની સાનિયા ચંડોક તેમના કરતા ઉંમરમાં એક વર્ષ મોટા છે. અર્જુન તેંડુલકરનો જન્મ 24 સપ્ટેમ્બર 1999ના રોજ થયો હતો, જ્યારે સાનિયા ચંડોકનો જન્મ 23 જૂન 1998માં થયો હતો. અર્જુનના પિતા સચિન તેંડુલકરે પણ ઉંમરમાં મોટા અંજલિ તેંડુલકર સાથે લગ્ન કર્યા હતા. સચિન અને અંજલિ વચ્ચે ઉંમરમાં 5 વર્ષનો તફાવત છે. સચિન તેંડુલકરના લગ્ન 24 મે 1995ના રોજ થયા હતા.

લખનઉ તરફથી રમતા જોવા મળશે અર્જુન તેંડુલકર

સાનિયા એક સફળ આંત્રપ્રિન્યોર છે અને તેમનું કૌટુંબિક બેકગ્રાઉન્ડ ઘણું સારું છે. તે મુંબઈના જાણીતા બિઝનેસમેન રવિ ઘઈની પૌત્રી છે અને અહેવાલો અનુસાર તે લાંબા સમયથી તેંડુલકર પરિવારની ઘણી નજીક રહી છે. બીજી તરફ અર્જુન તેંડુલકર એક સફળ ક્રિકેટર બનવા માટે પ્રયત્નશીલ છે. ઓલરાઉન્ડર અર્જુન સ્થાનિક સ્તરે ગોવા તરફથી રમી રહ્યા છે, તો વળી આઈપીએલ 2026 માં તે લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતા જોવા મળશે.

આ સમાચાર શેર કરો