T20માં રોહિત શર્માનો વારસ કોણ? ટીમ ઈન્ડિયાની કપ્તાની માટે આ બે ખેલાડીઓ દાવેદાર
ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2024માં ટાઈટલ જિત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જા

ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2024માં ટાઈટલ જિત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 6 જુલાઈથી સિરીઝ રમાવાની છે. આ શ્રેણી માટે શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ તે ટીમનો નિયમિત કેપ્ટન નથી. રોહિત પછી ટી-20માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોણ હશે તે સવાલનો જવાબ હજુ મળ્યો નથી. આ પદ માટે બે ખેલાડીઓ દાવેદાર છે.
ટીમ ઈન્ડિયા 6 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે T20 સિરીઝ રમવા જવાની છે. જેમાં શુભમન ગિલના હાથમાં ભારતીય ટીમની કમાન સોંપવામાં આવી છે. ગિલનો ટી20નો એટલો અનુભવ નથી. એટલે BCCI ગીલ ઉપર આટલો મોટો ભાર મુકી શકે નહીં. રોહિતના રાજીનામા બાદ હવે ભારતીય ટીમ આ જવાબદારી નવા ખેલાડીને સોંપી શકે છે. ટીમ ઈન્ડિયા પર નજર કરીએ તો હાર્દિક પંડ્યા પ્રબળ દાવેદાર છે. રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા 10 જેટલી મેચમાં કેપ્ટન તરીકે જવાબદારી નિભાવી ચૂક્યો છે.
પંડ્યાને આગામી ટી20માં કેપ્ટન બનાવવામાં આવી શકે
પંડ્યાની વાત કરીએ તો તે અનુભવી ખેલાડી છે. તેણે ઘણી વખત ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં હાર્દિકે જોરદાર પ્રદર્શન કર્યું હતું. જો આપણે પંડ્યાના કેપ્ટનશિપના રેકોર્ડ પર નજર કરીએ તો તે સારો રહ્યો છે. પંડ્યાએ 2022-23માં 16 મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી છે. આ સાથે જ ગુજરાતે IPLમાં ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. ભારતીય ટીમના આગામી કેપ્ટન તરીકે પંડ્યા પ્રબળ દાવેદાર મનાય છે. તેની પસંદગી થઈ શકે છે.
પંતને પણ તક મળી શકે
ભારતીય ટીમની T20ની નિયમિત કપ્તાની બાબતે રોહિત બાદ રિષભ પંતનું નામ પણ સામેલ છે. પંડ્યાએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. જ્યારે પંત આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન હોવાથી તેની પાસે અનુભવ પણ છે. રિષભ પંતનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ઈજામાંથી પરત ફર્યા બાદ તેણે ઘણું સારું પ્રદર્શન કર્યું છે. પંતનો આઈપીએલમાં કેપ્ટનશિપનો રેકોર્ડ સારો રહ્યો છે. ટીમ ઈન્ડિયા પંત પર પણ વિચાર કરી શકે છે.






