Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Suspense over Hardik Pandya playing in Asia Cup

એશિયા કપમાં હાર્દિક પંડ્યાના રમવા પર સસ્પેન્સ, NCAમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2025
લાઇવ ટીવીGoogle News
એશિયા કપમાં હાર્દિક પંડ્યાના રમવા પર સસ્પેન્સ, NCAમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે
સોર્સ : Google

એશિયા કપ 2025નો 9 સપ્ટેમ્બરથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ ટુર્નામેન્ટ 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. એશિયા કપનું આયોજન આ વખતે સંયુક્ત અરબ અમીરાત (UAE)માં કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં 14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે જેના પર તમામની નજર છે.

App Store

એશિયા કપ પહેલા ભારતની અનફિટ ટીમ

એશિયા કપ 2025 પહેલા ભારતીય ટીમનું ટેન્શન વધી ગયું છે. ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અત્યાર સુધી ફિટ નથી અને તે બેંગલુરૂ સ્થિત ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI)ના સેન્ટર ઓફ એક્સીલન્સ (COE)માં રિહૈબ કરી રહ્યો છે. સૂર્યકુમાર યાદવને પુરી રીતે ફિટ થવામાં એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. સૂર્યકુમારે જર્મનીમાં સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરાવી છે જેને કારણે તે ક્રિકેટથી થોડો સમય દૂર છે.

હાર્દિક પંડયાના ફિટનેસને લઇને સસ્પેન્સ

બીજી તરફ ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસને લઇને સવાલ ઉભા થયા છે. હાર્દિક પંડ્યા ફિટનેસ ટેસ્ટ આપવા માટે સેન્ટર ઓફ એક્સીલેન્સમાં પહોંચ્યો છે. હાર્દિક પંડ્યાનો ફિટનેસ ટેસ્ટ 2 દિવસમાં થશે. IPL 2025 પૂર્મ થયા બાદ હાર્દિક પંડ્યા ક્રિકેટના મેદાનથી દૂર છે. જોકે, તેને એક મહિના પહેલા જ ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી. 

શ્રેયસ અય્યરનો થઇ શકે છે ટીમમાં સમાવેશ

શ્રેયસ અય્યરનો એશિયા કપ 2025માં ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે. શ્રેયસ અય્યર 27થી 29 જુલાઇ દરમિયાન ફિટનેસ ટેસ્ટ પાસ કરી ચુક્યો છે. શ્રેયસ અય્યરે ડિસેમ્બર 2023 બાદથી કોઇ ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી નથી પરંતુ ભારતીય પસંદગીકાર તેના અનુભવને જોતા ટી-20 ટીમમાં તેને સામેલ કરી શકે છે. ઘરેલુ ક્રિકેટ અને IPLમાં સતત સારા પ્રદર્શનને કારણે શ્રેયસ અય્યરનો દાવો મજબૂત જોવા મળી રહ્યો છે.

એશિયા કપમાં ભારત-પાકિસ્તાન સહિત 8 ટીમ ભાગ લેશે

એશિયા કપ 2025માં કૂલ આઠ ટીમ ભાગ લેવા જઇ રહી છે. ભારતીય પસંદગીકાર એશિયા કપ માટે ટીમની જાહેરાત કરવાની તૈયારી કરી રહ્યા છે. હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવની ફિટનેસ પર પસંદગીકારોની નજર છે. આ બન્ને ભારત માટે એશિયા કપમાં ગેમચેન્જર સાબિત થઇ શકે છે.

શુભમન ગિલને મળી શકે છે મોટી ભૂમિકા

એશિયા કપમાં શુભમન ગિલને મોટી ભૂમિકા સોપવામાં આવી શકે છે. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો કરાવ્યા બાદ શુભમન ગિલ એશિયા કપમાં વાઇસ કેપ્ટન બની શકે છે. સૂર્યકુમાર યાદવ ટીમની કમાન સંભાળશે.

એશિયા કપમાં આવી હોઇ શકે છે ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિન્કુ સિંઘ, શિવમ દુબે, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ ક્રિષ્ણા/મોહમ્મદ સિરાજ