એશિયા કપ માટે જાણો ક્યારે જાહેર થશે ભારતીય ટીમ, ગિલ સહિતના ખેલાડીઓને મળી શકે તક

ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો કરાવ્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ રમશે. એશિયા કપ માટે ભારતીય ટીમની પસંદગી ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં થઇ શકે છે. 9 સપ્ટેમ્બરથી એશિયા કપનો યુએઇમાં પ્રારંભ થશે.
એક મહિનો આરામ કરશે ભારતીય ક્રિકેટર
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 5 ટેસ્ટ મેચની સિરીઝ બાદ ટીમ ઇન્ડિયાને એક મહિનાનો આરામ મળશે. તે બાદ એશિયા કપ રમવા ખેલાડીઓ ઉતરશે. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ સહિતના ખેલાડીઓને તક મળી શકે છે.
BCCIના સુત્રો અનુસાર, પસંદગી સમિતિ તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખતા ટીમ તૈયાર કરી રહી છે. જો ભારત 28 સપ્ટેમ્બરે રમાનાર એશિયા કપની ફાઇનલમાં પહોંચે છે તો માત્ર ચાર દિવસ બાદ 2 ઓક્ટોબરથી વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ ઘરેલુ ટેસ્ટ સિરીઝની શરૂઆત થશે. એવામાં ખેલાડીઓના વર્કલોડને સંતુલિત કરવા મોટો પડકાર હશે.
સીનિયર અધિકારીએ કહ્યું, સંજુ સેમસન અને અભિષેક શર્મા સારા ફોર્મમાં છે પરંતુ પાંચ અઠવાડિયાના બ્રેક અને ટોપ ઓર્ડરની સ્થિરતા જોતા યજસ્વાલ, ગિલ અને સુદર્શનને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે.
ટોપ ઓર્ડર માટે મોટી જવાબદારી
એશિયા કપ યુએઇમાં રમાશે જ્યાં પિચ ધીમી અને સ્પિન અનુકૂળ માનવામાં આવે છે. સાથે જ આગામી છ મહિનામાં યોજાનારા ટી-20 વર્લ્ડકપને જોતા પણ પસંદગીકાર એવા બેટ્સમેન ઇચ્છે છે જે વિદેશી હાલતમાં ટીમને સારી શરૂઆત અપાવી શકે. આ હિસાબથી જયસ્વાલ, ગિલ અને સુદર્શન ત્રણેય મજબૂત દાવેદાર છે.
ફિટનેસ ટેસ્ટ પર ટકી બુમરાહ-સિરાજની વાપસી
ટીમ પસંદગી પહેલા ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજની ફિટનેસ રિપોર્ટ પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે. બન્નેનો અલગ અલગ ફોર્મેટમાં સાવધાનીપૂર્વક ઉપયોગ કરવામાં આવી શકે છે. પસંદગી પહેલા તેમનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે જેથી આગળની રણનીતિ સ્પષ્ટ થઇ શકે.
એશિયા કપ માટે આવી હોઇ શકે છે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા,સાઇ સુદર્શન, સંજુ સેમસન, શ્રેયસ અય્યર/ કેએલ રાહુલ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા,અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી,મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ

