ભારતીય ખેલાડીઓને આ વર્ષે નહીં મળે આરામ, ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી બાદ ભરચક કાર્યક્રમ

ભારતીય ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ 4 ઓગસ્ટે સમાપ્ત થઇ ગયો. ઓવલમાં રમાયેલી અંતિમ ટેસ્ટ મેચને ભારતે 6 રને જીતી હતી અને સિરીઝમાં 2-2ની બરાબરી કરી હતી પરંતુ હવે સવાલ છે કે ટીમ ઇન્ડિયા હવે પોતાની આગામી મેચ ક્યા અને ક્યારે રમશે? IPL બાદ ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઇ હતી જ્યાં 6 અઠવાડિયા સુધી ભારતે પાંચ ટેસ્ટ મેચ રમી હતી અને દરેક મેચ અંતિમ દિવસ સુધી ચાલી હતી.
ટીમ ઇન્ડિયાએ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ જવાનું હતું પરંતુ આ પ્રવાસ રદ થઇ ચુક્યો છે. એવામાં હવે ટીમ ઇન્ડિયા સીધા ટી-20 એશિયા કપ 2025માં રમતી જોવા મળશે અને પ્રથમ મેચ ભારતની આ ટૂર્નામેન્ટમાં 10 સપ્ટેમ્બરથી રમાશે.
10 સપ્ટેમ્બરે ભારતીય ટીમ દુબઇના મેદાન પર યુએઇની ટીમ સામે એશિયા કપ ટુર્નામેન્ટમાં ટકરાશે. 14 સપ્ટેમ્બરે ભારત એશિયા કપમાં પાકિસ્તાન સામે રમશે. 19 સપ્ટેમ્બરે ભારતીય ટીમ ઓમાન સામે ટકરાશે. તે બાદ સુપર 4 મેચ રમાશે. તે બાદ ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ ઘરઆંગણે બે મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે.
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝ 2 ઓક્ટોબરથી શરૂ થશે અને પછી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે જ્યાં 3 વન ડે અને પાંચ ટી-20 મેચ રમશે. ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં આ સિરીઝનું આયોજન થશે. ઘરઆંગણે નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકાની ટીમ સામે ભારત ટકરાશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ, 3 વન ડે અને પાંચ ટી-20 મેચ રમાશે, જે નવેમ્બરથી ડિસેમ્બર સુધી આયોજન થશે. નવા વર્ષમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે જેમાં પાંચ ટી-20 અને 3 વન ડે મેચ શેડ્યૂલ છે.
એશિયા કપ ગ્રુપ સ્ટેજ (9-19 સપ્ટેમ્બર 2025)
ભારત Vs યુએઇ-10 સપ્ટેમ્બર
ભારત Vs પાકિસ્તાન-14 સપ્ટેમ્બર
ભારત Vs ઓમાન-19 સપ્ટેમ્બર
એશિયા કપ સુપર 4 મેચ
ભારત Vs વેસ્ટ ઇન્ડિઝ હોમ સીરિઝ
2-6 ઓક્ટોબર 2025- પ્રથમ ટેસ્ટ-અમદાવાદ
10-14 ઓક્ટોબર 2025-બીજી ટેસ્ટ- દિલ્હી
ભારત Vs ઓસ્ટ્રેલિયા
19 ઓક્ટોબર-પ્રથમ વન ડે- પર્થ
23 ઓક્ટોબર-બીજી વન ડે-એડિલેડ
25 ઓક્ટોબર ત્રીજી વન ડે- સિડની
29 ઓક્ટોબર-પ્રથમ ટી-20-કેનબરા
31 ઓક્ટોબર-બીજી ટી-20-મેલબોર્ન
2 નવેમ્બર-ત્રીજી ટી-20-હોબાર્ટ
ભારત Vs દક્ષિણ આફ્રિકા
14-18 નવેમ્બર-પ્રથમ ટેસ્ટ-કોલકાતા
22-26 નવેમ્બર-બીજી ટેસ્ટ-ગુવાહાટી
30 નવેમ્બર-પ્રથમ વન ડે-રાંચી
3 ડિસેમ્બર-બીજી વન ડે-રાયપુર
6 ડિસેમ્બર-ત્રીજી વન ડે-વિશાખાપટ્ટનમ
9 ડિસેમ્બર-પ્રથમ ટી-20-કટક
11 ડિસેમ્બર-બીજી ટી-20-ન્યૂ ચંદીગઢ
14 ડિસેમ્બર-ત્રીજી ટી-20-ધર્મશાળા
17 ડિસેમ્બર-ચોથી ટી-20-લખનૌ
19 ડિસેમ્બર-પાંચમી ટી-20-અમદાવાદ

