શું ધોની IPL 2026માં રમશે? ફેન્સના સવાલ પર માહીએ આપ્યો જવાબ

શું ધોની IPL 2026માં રમશે? IPLની આગામી સિઝનમાં 7 મહિનાનો સમય બાકી છે પરંતુ એક સવાલ જે દરેક કોઇના મગજમાં ચાલી રહ્યો છે કે શું એમએસ ધોની CSK માટે વધુ એક સિઝન રમશે? એક ઇવેન્ટમાં ધોનીને ફેન્સે આ સવાલ પૂછ્યો હતો જેનો તેને જવાબ આપ્યો છે.
ફેન્સની રિકવેસ્ટ પર ધોનીએ આપ્યો જવાબ
તાજેતરમાં ધોની એક પ્રમોશનલ ઇવેન્ટમાં પહોંચ્યો હતો, જ્યાં તેના કેટલાક ફેન્સ પણ જોવા મળ્યા હતા. કેટલાક ફેન્સે ધોનીને IPL 2026માં રમવાની ભલામણ કરી હતી. ફેન્સની આ રિકવેસ્ટ પર કેપ્ટન કૂલે રસપ્રદ જવાબ આપ્યો હતો. ધોનીએ કહ્યું, 'મારા ઘૂંટણામાં જે દુખાવો છે તેનું ધ્યાન કોણ રાખશે?' ધોનીના આ જવાબથી ઇવેન્ટમાં હાજર રહેલા લોકો હસી પડ્યા હતા.
ધોની IPLની આગામી સિઝન રમી શકે છે
મહત્ત્વપૂર્ણ છે કે ધોનીએ હજુ સુધી ઓફિશિયલ IPLને અલવિદા કહ્યું નથી. આવતા વર્ષએ IPL રમવાના સવાલ પર ધોની એમ જ કહેતો આવ્યો છે કે ફિટનેસનું ધ્યાન રાખતા આ વાતનો નિર્ણય કરશે. ધોની 44 વર્ષનો છે અને આ ઉંમરમાં પણ ફિટ છે. તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રિટાયર્ડ થઇ ચુક્યો છે તો તેના પર ક્રિકેટનો વર્કલોડ પણ નથી. એવામાં આશા વ્યક્ત કરવામા આવી રહી છે કે ધોની આવતા વર્ષે IPLમાં રમતો જોવા મળી શકે છે.

