મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

 સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજી વખત IPLની ફાઇનલમાં, KKR સામે ટકરાશે

સનરાઇઝર્સ હૈદરાબાદ ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સને 36 રને હરાવીને ફાઇનલમાં પહોચ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથ

 સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજી વખત IPLની ફાઇનલમાં, KKR સામે ટકરાશે

સનરાઇઝર્સ હૈદરાબાદ ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સને 36 રને હરાવીને ફાઇનલમાં પહોચ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 175 રન બનાવ્યા હતા જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 139 રન જ બનાવી શકી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ હવે IPL 2024ની ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે.

સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજી વખત IPLની ફાઇનલમાં

ક્લાસનની 34 બોલમાં 50 રનની લડાયક ઇનિંગ બાદ સ્પિનર શાહબાઝ અહેમદે ત્રણ અને અભિષેક શર્માએ બે વિકેટ ઝડપતા રાજસ્થાન રોયલ્સ 36 રનથી હારી ગયું હતું. હૈદરાબાદની ટીમ છ વર્ષ બાદ IPLની ફાઇનલમાં પહોંચી છે. 

રાજસ્થાન તરફથી ધ્રુવ જુરેલની આક્રમક રમત

રાજસ્થાન રોયલ્સ તરફથી ધ્રુવ જુરેલે એકલા હાથે ટીમને જીતાડવાનો પ્રયાસ કર્યો હતો પણ તે ટીમને ફાઇનલમાં પહોંચાડી શક્યો નહતો. ધ્રુવ જુરેલે 35 બોલમાં 7 ફોર અને 2 સિક્સરની મદદથી અણનમ 56 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 42 રનની ઇનિંગ રમી હતી.

 સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ફાઇનલ

સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે IPL 2024ની ફાઇનલ મેચ રમાશે. 26 મેએ ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં આ મેચ રમાશે. આ પહેલા ક્વોલિફાયર-1માં કોલકાતા નાઇટ રાઇડર્સ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું. ફરી એક વખત આ બન્ને ટીમ ટાઇટલ જંગ માટે ફાઇનલમાં ટકરાશે.

આ સમાચાર શેર કરો