મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs PAK / "ઘણા ખેલાડીઓ એવા છે જે મેચ..." સુનીલ ગાવસ્કરે ફાઈનલ પહેલા પાકિસ્તાનને આપી ચેતવણી

એશિયા કપ 2025ની ફાઈનલ પહેલા, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પાકિસ્તાનને

IND vs PAK / "ઘણા ખેલાડીઓ એવા છે જે મેચ..." સુનીલ ગાવસ્કરે ફાઈનલ પહેલા પાકિસ્તાનને આપી ચેતવણી

એશિયા કપ 2025ની ફાઈનલ પહેલા, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પાકિસ્તાનને ચેતવણી આપી છે. તેમનું માનવું છે કે ભારતીય ટીમની બેટિંગમાં હજુ પણ ઘણો ફાયરપાવર બાકી છે. ગાવસ્કરે કહ્યું કે અત્યાર સુધીના મોટાભાગના રન ઓપનર અભિષેક શર્મા તરફથી આવ્યા છે, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, સંજુ સેમસન અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ પણ ફાઈનલમાં નોંધપાત્ર પ્રભાવ પાડી શકે છે.

ગાવસ્કરે કહ્યું, "ઘણા ખેલાડીઓ એવા છે જે મેચનો પાસો ફેરવી શકે છે. સૂર્યકુમાર યાદવના રન આવવાના બાકી છે. તિલક વર્મા, સંજુ સેમસન અને હાર્દિક પંડ્યા પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. શુભમન ગિલે સારી બેટિંગ કરી છે, પરંતુ તેની પાસેથી હજુ પણ મોટી ઈનિંગની અપેક્ષા છે. બેટિંગમાં ઘણી ક્ષમતા છે, તેથી વધારે ચિંતા કરવાની જરૂર નથી."

અભિષેક શર્મા પર ગાવસ્કરનો વિશ્વાસ

ગાવસ્કરે ખાસ કરીને અભિષેક શર્માની પ્રશંસા કરી અને કહ્યું કે તે ફાઈનલમાં સદી ફટકારવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું, "અભિષેક શર્મા તકને હાથમાંથી જવા નહીં દે. તે ઉત્તમ ફોર્મમાં છે, તેણે ત્રણ અડધી સદી ફટકારી છે, અને ગઈ વખતે રન આઉટ થઈને સદી ચૂકી ગયો હતો. મને લાગે છે કે તે આ વખતે મોટો સ્કોર કરવાનો પ્રયાસ કરશે, કદાચ સદી પણ ફટકારશે." સુપર-4 તબક્કામાં અભિષેકે પાકિસ્તાન (74 રન), બાંગ્લાદેશ (75 રન) અને શ્રીલંકા (61 રન) સામે વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી.

ફાઈનલમાં મોટો ધડાકો શક્ય

ભારત-પાકિસ્તાન ફાઇનલ હંમેશા હાઇ-વોલ્ટેજ હરીફાઈ હોય છે. આ વખતે, ભારતીય ટીમની બેટિંગ લાઇન-અપમાં ઊંડાણ અને બોલિંગમાં વિવિધતા બંને છે. ગાવસ્કરનો પાકિસ્તાનને ચેતવણીનો સંકેત છે કે તેમને ફાઇનલમાં દરેક ભારતીય બેટ્સમેનથી સાવધ રહેવું પડશે.

શાહીન-અભિષેકની ટક્કર પર મોર્કેલનું નિવેદન

અગાઉ, ભારતના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પણ ફાઈનલ પહેલા ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું ફેન્સને ફરી એકવાર અભિષેક શર્મા અને પાકિસ્તાનના સ્ટાર બોલર શાહીન આફ્રિદી વચ્ચેની ટક્કર જોવા મળશે. તેણે કહ્યું, "શાહીન એક આક્રમક બોલર છે, અને અભિષેક પણ પાછળ નથી હત્વનો. જ્યારે પણ આ બંનેએ એકબીજાનો સામનો કર્યો છે, ત્યારે દર્શકો રોમાંચિત થયા છે. આ ક્રિકેટ માટે ખૂબ જ સારી વાત છે."

આ સમાચાર શેર કરો