મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Paris Paralympic 2024 / સુમિત-ભાગ્યશ્રીએ લહેરાવ્યો તિરંગો, ભવ્ય રીતે યોજાઈ પેરાલિમ્પિકની ઓપનિંગ સેરેમની

પેરિસ પેરાલિમ્પિક 2024 ગેમ્સ 28 ઓગસ્ટથી શરૂ થઈ છે, જેમાં ભારતની 84 એથ્લેટ્સની ટીમ ભાગ

Paris Paralympic 2024 / સુમિત-ભાગ્યશ્રીએ લહેરાવ્યો તિરંગો, ભવ્ય રીતે યોજાઈ પેરાલિમ્પિકની ઓપનિંગ સેરેમની

પેરિસ પેરાલિમ્પિક 2024 ગેમ્સ 28 ઓગસ્ટથી શરૂ થઈ છે, જેમાં ભારતની 84 એથ્લેટ્સની ટીમ ભાગ લેવા ગઈ છે. પેરિસ પેરાલિમ્પિકમાં અત્યાર સુધીની આ ભારતની સૌથી મોટી ટુકડી છે, જે 12 ગેમ્સમાં ભાગ લેશે.

પેરિસ પેરાલિમ્પિકની ઓપનિંગ સેરેમની 28 ઓગસ્ટના રોજ ભવ્ય રીતે યોજાઈ હતીતો. ઓપનિંગ સેરેમનીમાં સુમિત અંતિલ અને ભાગ્યશ્રી જાધવ ભારતના ધ્વજવાહક હતા. બંને તિરંગો લહેરાવીને પ્રવેશ્યા અને સમગ્ર ભારતીય ટુકડી તેમની સાથે હતી. પ્લેસ ડી લા કોનકોર્ડ અને ચેમ્પ્સ-એલિસીસ જેવા પ્રતિષ્ઠિત સ્થળોએ ઓપનિંગ સેરેમની યોજાઈ હતી.

ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે થઈ પેરાલિમ્પિક4ની શરૂઆત

 2021માં ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના 54 એથ્લેટ્સે 9 ગેમ્સમાં ભાગ લીધો હતો. તે સમયગાળા દરમિયાન, ભારતે કુલ 19 મેડલ (5 ગોલ્ડ, 8 સિલ્વર, 6 બ્રોન્ઝ મેડલ) જીત્યા હતા, જે અત્યાર સુધીનું બેસ્ટ પરફોર્મન્સ છે. આવી સ્થિતિમાં, દરેકને આશા છે કે ભારતીય એથ્લેટ્સ પેરિસ પેરાલિમ્પિક 2024માં આ રેકોર્ડ તોડી શકે છે.

જેવલિન થ્રોઅર સુમિત અંતિલ અને શોટપુટ સ્ટાર ભાગ્યશ્રી જાધવે બુધવારે, 28 ઓગસ્ટના રોજ પેરિસ પેરાલિમ્પિક ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું.

પેરિસ પેરાલિમ્પિકની શરૂઆત વિશ્વભરના 184 દેશોના પ્રતિનિધિમંડળો દ્વારા પ્રતિષ્ઠિત ચેમ્પ્સ-એલિસીસ પર ભવ્ય પરેડ સાથે થઈ હતી. ઓપનિંગ સેરેમનીમાં 6 હજાર એથ્લેટ્સ અને અધિકારીઓએ હાજરી આપી હતી.

તમને જણાવી દઈએ કે ભારતીય પ્રતિનિધિમંડળના 30થી વધુ સભ્યોએ પેરિસના મુખ્ય સાર્વજનિક સ્થળ પ્લેસ ડે લા કોનકોર્ડ ખાતે આયોજિત નેશન્સ પરેડમાં ભાગ લીધો હતો.

આ સમાચાર શેર કરો