મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

શ્રીલંકન ક્રિકેટ બોર્ડે આ દિગ્ગજ ખેલાડીને બનાવ્યા ટીમના હેડ કોચ, જાણો ક્યારથી સંભાળશે જવાબદારી

ભારત, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન બાદ શ્રીલંકા ક્રિકેટ ટીમને ન

શ્રીલંકન ક્રિકેટ બોર્ડે આ દિગ્ગજ ખેલાડીને બનાવ્યા ટીમના હેડ કોચ, જાણો ક્યારથી સંભાળશે જવાબદારી

ભારત, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન બાદ શ્રીલંકા ક્રિકેટ ટીમને નવા કોચ મળી ગયા છે. શ્રીલંકન ટીમના પૂર્વ અનુભવી ખેલાડી સનથ જયસૂર્યાને મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી છે. જયસૂર્યાનો દોઢ વર્ષનો કાર્યકાળ 1 ઓક્ટોબર 2024થી શરૂ થઈ ચૂક્યો છે. જયસૂર્યા પહેલાથી જ ટીમ સાથે જોડાયેલા છે. ભારત વિરુદ્ધ લિમિટેડ ઓવરની સીરિઝ, ઈંગ્લેન્ડના પ્રવાસ અને ન્યુઝીલેન્ડ સામેની ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં વચગાળાના કોચ હતા.જયસૂર્યા કાર્યભાર સંભાળ્યા પછી શ્રીલંકાની ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે દાંબુલા અને પલ્લેકેલેમાં ટી20 મેચ રમશે.
 
શ્રીલંકા ક્રિકેટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે જયસૂર્યાની નિમણૂંક 1 ઓક્ટોબરથી લાગુ થશે અને 31 માર્ચ, 2026 સુધી ચાલશે. X પરની પોસ્ટમાં લખ્યું હતું કે, “શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સનથ જયસૂર્યાની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂકની જાહેરાત કરવા માંગે છે. શ્રીલંકા ક્રિકેટની કાર્યકારી સમિતિએ ભારત, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામેની તાજેતરની શ્રેણીમાં ટીમના સારા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. જ્યાં જયસૂર્યા 'વચગાળાના મુખ્ય કોચ' હતા.

મુખ્ય કોચ તરીકે જયસૂર્યાની પ્રથમ જવાબદારી વેસ્ટ ઈન્ડિઝ સામેની મર્યાદિત ઓવરોની મેચોની હશે, જે દામ્બુલા અને પલ્લેકેલેમાં રમાશે. જયસૂર્યા અગાઉ શ્રીલંકન ક્રિકેટના સલાહકાર રહી ચૂક્યા છે. તેમને પહેલીવાર જુલાઈમાં વચગાળાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓમાં જયસૂર્યાની દેખરેખ હેઠળ શ્રીલંકાએ 27 વર્ષ બાદ ભારત સામે પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી. 10 વર્ષમાં પહેલીવાર પોતાની ધરતી પર ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું અને હાલમાં જ ન્યૂઝીલેન્ડને ઘરેલુ ટેસ્ટમાં 2-0થી હરાવ્યું.

આ સમાચાર શેર કરો