Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : South Africa qualified for the final of the ICC World Test Championship

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા થયું ક્વોલિફાય, પાકિસ્તાનને 2 વિકેટથી હરાવ્યું

Timeછેલ્લું અપડેટ : 29 Dec 2024
લાઇવ ટીવીGoogle News
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા થયું ક્વોલિફાય, પાકિસ્તાનને 2 વિકેટથી હરાવ્યું

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25ના પ્રથમ ફાઇનલિસ્ટની પુષ્ટિ થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ રવિવારે પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને WTC ફાઇનલમાં શાનદાર એન્ટ્રી કરી હતી. સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકાને 148 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વખત WTC ફાઇનલમાં જગ્યા બનાવી છે. વર્તમાન ચક્રમાં દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધીમાં 11 ટેસ્ટ મેચમાંથી સાતમાં જીત મેળવી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાની એક મેચ ડ્રો રહી હતી. દક્ષિણ આફ્રિકાની જીતની ટકાવારી વધીને 66.67 થઈ ગઈ છે. ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની ટીમ WTC પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.

App Store

આ પણ વાંચો: વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશને મળ્યા વડાપ્રધાન મોદી, ફોટો શેર કરીને કહી આ વાત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોણ જીતશે?

હવે WTC ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ કોણ હશે? બીજી સીટ માટેની લડાઈ રોમાંચક બની છે. ભારતની વર્તમાન જીતની ટકાવારી 55.88 છે જ્યારે ઓસ્ટ્રેલિયાની 58.89 છે. ટેબલમાં ભારત ત્રીજા સ્થાને અને ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે. WTC ફાઇનલમાં પહોંચવા માટે બીજી ટીમ માટે આ બંને ટીમો વચ્ચે રેસ થશે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સીરિઝ 3-1થી જીતવામાં સફળ થશે તો તેને ટાઈટલ મેચમાં સીધી એન્ટ્રી મળશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1થી બરાબર છે. ચોથી ટેસ્ટનું પરિણામ સોમવારે આવશે, ત્યારબાદ તમામની નજર ફાઈનલના સમીકરણ પર રહેશે.

ભારતીય ટીમ છેલ્લી ટેસ્ટ શ્રેણી રમી રહી છે

રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા માટે પોતાના દમ પર ફાઈનલમાં પહોંચવાની એકમાત્ર તક ઓસ્ટ્રેલિયા શ્રેણી છે. વર્તમાન ચક્રમાં ભારતે ઓસ્ટ્રેલિયા સિવાય અન્ય કોઈની સામે ટેસ્ટ શ્રેણી રમવાની નથી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાને આવતા મહિને શ્રીલંકા પ્રવાસ પર બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. WTCના ત્રીજા ચક્રની ફાઇનલ લંડનમાં 11 થી 15 જૂન 2025 દરમિયાન રમાશે. અગાઉ ઈંગ્લેન્ડમાં પણ બે ફાઈનલ યોજાઈ હતી. ભારતને અગાઉની બંને ટાઈટલ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત 2021માં ન્યૂઝીલેન્ડ અને 2023માં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારી ગયું હતું.

આ પણ વાંચો: જસપ્રીત બુમરાહે ટેસ્ટમાં પૂરી કરી વિકેટની બેવડી સદી, એક સાથે તોડ્યા અનેક રેકોર્ડ

WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન આઠમા નંબર પર છે

WTC પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ (48.21) ચોથા સ્થાને છે. શ્રીલંકા 45.45 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. ઈંગ્લેન્ડ (43.18) છઠ્ઠા સ્થાને છે. ઈંગ્લેન્ડે તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી હતી. બાંગ્લાદેશ (31.25) સાતમા સ્થાને અને પાકિસ્તાન (30.30) આઠમા સ્થાને છે. પાકિસ્તાને 3 જાન્યુઆરીથી દક્ષિણ પ્રવાસ પર બે ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ રમવાની છે. વેસ્ટ ઈન્ડિઝ ટેબલમાં સૌથી ખરાબ છે. વેસ્ટ ઈન્ડિઝની જીતની ટકાવારી 24.24 છે અને તે નવમા સ્થાને છે.