Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : PM Narendra Modi meets world champion D Gukesh

વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશને મળ્યા વડાપ્રધાન મોદી, ફોટો શેર કરીને કહી આ વાત

Timeછેલ્લું અપડેટ : 29 Dec 2024
લાઇવ ટીવીGoogle News
વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશને મળ્યા વડાપ્રધાન મોદી, ફોટો શેર કરીને કહી આ વાત

તાજેતરમાં જ ભારતીય ચેસ ખેલાડી ડી ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. ડી ગુકેશે વર્લ્ડ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચ્યો હતો. આ પછી ડી ગુકેશે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડી ગુકેશ સાથે મુલાકાત કરી છે. પીએમ મોદીએ ડી ગુકેશને મળ્યા બાદ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

App Store

આ પણ વાંચો: ડી ગુકેશ બાદ ભારતને ચેસમાં મળી નવી ચેમ્પિયન, કોનેરુ હમ્પીએ રચ્યો ઈતિહાસ

પીએમ મોદીએ ડી ગુકેશ માટે શું કહ્યું?

પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, "ચેસ ચેમ્પિયન અને ભારતના ગૌરવ ડી ગુકેશ સાથે શાનદાર વાતચીત થઈ! હું છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમની સાથે સંપર્કમાં રહ્યો છું અને જે બાબત મને તેમના વિશે સૌથી વધુ પ્રભાવિત કરે છે તેઓ તેમનો નિશ્ચય અને સમર્પણ છે. તેમનો આત્મવિશ્વાસ ખરેખર પ્રેરણાદાયી છે. મને થોડા વર્ષો પહેલાનો તેમનો એક વીડિયો યાદ છે જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બનશે. એક આગાહી જે હવે તેમના પોતાના પ્રયત્નોને કારણે સાચી પડી છે."

ડી ગુકેશ ચીનના ડીંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો

તમને જણાવી દઈએ કે ડી ગુકેશ ચીનના ડીંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. 18 વર્ષના ગ્રાન્ડમાસ્ટર ગુકેશે 14મી અને અંતિમ રમતમાં ચીનના ડિંગ લિરેનને હરાવ્યો હતો. આ સાથે ડી.ગુકેશ આ ખિતાબ જીતનાર સૌથી યુવા ચેસ ખેલાડી બન્યો છે. નોંધનીય છે કે આ પ્રતિષ્ઠિત ખિતાબ જીતનાર ગુકેશ વિશ્વનાથ આનંદ બાદ બીજો ભારતીય પણ બન્યો છે.