Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Koneru Humpy won fide women world rapid championship

ડી ગુકેશ બાદ ભારતને ચેસમાં મળી નવી ચેમ્પિયન, કોનેરુ હમ્પીએ રચ્યો ઈતિહાસ

Timeછેલ્લું અપડેટ : 29 Dec 2024
લાઇવ ટીવીGoogle News
ડી ગુકેશ બાદ ભારતને ચેસમાં મળી નવી ચેમ્પિયન, કોનેરુ હમ્પીએ રચ્યો ઈતિહાસ

થોડા દિવસ પહેલા જ ડી ગુકેશે ચેસની દુનિયામાં પોતાનું વર્ચસ્વ સાબિત કરીને દુનિયામાં ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. હવે ભારતની ચેસ સ્ટાર કોનેરુ હમ્પીએ ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરી છે. કોનેરુ હમ્પીએ રેપિડ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2024નો ખિતાબ જીત્યો છે. તેણે રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ઈન્ડોનેશિયાની ઈરેન સુકંદરને હરાવીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. હમ્પી માટે આ બીજી વખત છે જ્યારે તેણે રેપિડ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. અગાઉ તેણે 2019માં જ્યોર્જિયામાં આ ખિતાબ જીત્યો હતો.

App Store

આ પણ વાંચો: મેગ્નસ કાર્લસને કર્યું ડ્રેસ કોડનું ઉલ્લંઘન, વર્લ્ડ રેપિડ અને બ્લિટ્ઝ ચેસમાંથી થયો બહાર

કોનેરુ હમ્પી હવે ચીનના ઝુ વેનજુન સાથે આ ફોર્મેટમાં બે વખત ટાઇટલ જીતનાર ખેલાડી બની ગઈ છે. ચેસના ક્ષેત્રમાં તેની જીત ભારત માટે વધુ એક ગર્વની ક્ષણ છે. તાજેતરમાં જ ડી ગુકેશ ક્લાસિકલ ફોર્મેટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીનના ડીંગ લિરેનને હરાવીને દેશનું ગૌરવ વધાર્યું હતું.

37 વર્ષીય કોનેરુ હમ્પીએ 11 રાઉન્ડમાં કુલ 8.5 પોઈન્ટ મેળવીને ખિતાબ જીત્યો હતો. રેપિડ ચેસમાં તેની કારકિર્દી શાનદાર રહી છે. તેણે 2012માં મોસ્કોમાં બ્રોન્ઝ મેડલ અને 2022માં સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તેને વિશ્વના શ્રેષ્ઠ ચેસ ખેલાડીઓમાં સ્થાન મળ્યું છે.

કોનેરુ હમ્પીની આ સફળતા તેની કારકિર્દીને માત્ર નવી ઊંચાઈઓ પર જ નથી લઈ ગઈ, પરંતુ ભારતમાં ચેસને નવી ઉર્જા અને પ્રેરણા પણ આપી છે. તેની જીત ભારતના ઉભરતા ચેસ ખેલાડીઓ માટે એક ઉદાહરણ છે.