મેગ્નસ કાર્લસને કર્યું ડ્રેસ કોડનું ઉલ્લંઘન, વર્લ્ડ રેપિડ અને બ્લિટ્ઝ ચેસમાંથી થયો બહાર

પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને FIDEના ડ્રેસ કોડના ઉલ્લંઘનમાં જીન્સ પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો અને બાદમાં તેને વર્લ્ડ રેપિડ અને બ્લિટ્ઝ ચેસ ટુર્નામેન્ટમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લસનને જીન્સ પહેરવા બદલ 200 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ટૂર્નામેન્ટના નિયમો અનુસાર જીન્સ પહેરવા પર પ્રતિબંધ છે. જ્યારે તેણે તરત જ તેના કપડાં બદલવાની વિનંતીનું પાલન કરવાનો ઈનકાર કર્યો, ત્યારે તેને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યો. તે બીજા દિવસે ડ્રેસ કોડનું પાલન કરવા માટે સંમત થયો પરંતુ કહ્યું કે તે તરત જ તેનો આઉટફિટ નહીં બદલે.
આ પણ વાંચો: YEAR ENDER 2024 / વિનેશ ફોગાટથી લઈને અંતિમ પંઘાલ સુધી, સ્પોર્ટ્સ જગતમાં આ વર્ષે થયેલા 5 સૌથી મોટા વિવાદો
FIDEએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડ્રેસ કોડના નિયમો ખેલાડીઓને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યા હતા. "ડ્રેસ કોડ નિયમો FIDE એથ્લેટ્સ કમિશનના સભ્યો દ્વારા બનાવવામાં આવે છે, જેમાં પ્રોફેશનલ ખેલાડીઓ અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે," FIDE એ ટ્વિટર પર શેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું. આ નિયમો વર્ષોથી અમલમાં છે અને બધા સહભાગીઓ માટે સારી રીતે જાણીતા છે. તેમને દરેક ટૂર્નામેન્ટ પહેલા આ વિશે જાણ કરવામાં આવે છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, 'FIDE એ સુનિશ્ચિત કરે છે કે એથ્લેટ્સના આવાસ સ્થળ ટૂર્નામેન્ટના સ્થળથી નજીક હોય જેથી તેઓ નિયમોનું પાલન કરી શકે.' તેમાં કહેવામાં આવ્યું હતું કે, 'મેગ્નસ કાર્લસને જીન્સ પહેરીને ડ્રેસ કોડનું ઉલ્લંઘન કર્યું હતું. લાંબા સમયથી ચાલતા નિયમોમાં સ્પષ્ટ છે કે જીન્સ પહેરવા પર પ્રતિબંધ છે. કાર્લસન આ વિશે જણાવ્યું અને તેને 200ડોલરનો દંડ ફટકાર્યો. તેને તેના કપડા બદલવા માટે વિનંતી કરવામાં આવી હતી જેના માટે તે સંમત નહતો. જેના કારણે તેને ડિસ્ક્વોલિફાય કરવો પડ્યો હતો.
આ પહેલા પણ ખેલાડીએ નિયમનું ઉલ્લંઘન કર્યું હતું
આ પહેલા રશિયાના ગ્રાન્ડમાસ્ટર ઈયાન નેપોમ્નિયાચીએ પણ આ નિયમનું ઉલ્લંઘન કર્યું હતું પરંતુ તે કપડા બદલીને પાછો ફર્યો હતો અને તેથી તેને બહાર ફેંકવામાં નહતો આવ્યો. દરમિયાન, કાર્લસને કહ્યું કે તે બ્લિટ્ઝ ક્લાસમાં ભાગ નહીં લે કારણ કે તે FIDEના ડ્રેસ કોડ નીતિથી કંટાળી ગયો છે. તેણે નોર્વેજીયન મીડિયાને કહ્યું, 'હું FIDEથી કંટાળી ગયો છું અને હવે વધારે સહન નહીં કરી શકું. હું દરેકની માફી માંગવા માંગુ છું. આ એક ખૂબ જ હાસ્યાસ્પદ નિયમ છે. હું કાલે મારા કપડા બદલી શકત પણ તેઓ સાંભળવા તૈયાર નથી.'

