ગૌતમ ગંભીરના ભારતીય કોચ બનવા પર સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું...
T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ

T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. આ પછી ભારતીય ટીમ નવા કોચની શોધમાં છે. ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચના પદ માટે ઘણા દાવેદારોના નામ સામે આવ્યા હતા, પરંતુ સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. આ માટે રિકી પોન્ટિંગ, જસ્ટિલ લેંગર, વીવીએસ લક્ષ્મણ અને સ્ટીફન ફ્લેમિંગના નામ સામે આવ્યા હતા, પરંતુ હજી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નછી. જોકે, BCCI સેક્રેટરી જય શાહે કહ્યું કે, અત્યાર સુધી ભારતીય ટીમના મુખ્ય કોચ પદ માટે કોઈ ઓસ્ટ્રેલિયનનો સંપર્ક કરવામાં આવ્યો નથી. જોકે, આ તમામ દાવેદારો પછી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરનું નામ સામે આવ્યું છે.
'જો ગૌતમ ગંભીરે આ પદ માટે અરજી કરી છે તો તે...'
હવે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બનવા અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે. સૌરવ ગાંગુલીનું માનવું છે કે, ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયા માટે સારો મુખ્ય કોચ સાબિત થઈ શકે છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, જો ગૌતમ ગંભીરે અરજી કરી છે તો તે સારો કોચ સાબિત થશે. તેણે કહ્યું કે, હું ભારતીય કોચના પક્ષમાં છું. જો ગૌતમ ગંભીરે આ પદ માટે અરજી કરી છે તો તે એક સારો કોચ સાબિત થશે. હકીકતમાં, અગાઉ BCCI સેક્રેટરી જય શાહે સંકેત આપ્યો હતો કે ભારતીય કોચને પ્રાથમિકતા આપવામાં આવશે.
'ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર છે, પરંતુ...'
આ સિવાય સૌરવ ગાંગુલીએ T20 વર્લ્ડ કપ અને રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમની સંભાવનાઓ અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ભારત T20 વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. તે આગળ કહે છે કે, ટીમ ઈન્ડિયા પાસે વર્લ્ડ કપ જીતવાની ખૂબ જ સારી તક છે, પરંતુ ભારતે એક ટીમની જેમ રમવું પડશે, આ ટીમની પ્રતિભામાં કોઈ કમી નથી. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. આ પછી ભારત અને પાકિસ્તાનની ટીમો 9મી જૂને ટકરાશે.






