મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

સ્મૃતિ મંધાનાએ સાઉથ આફ્રિકા સામે ફટકારી સતત બીજી સદી, પોતાના નામે કર્યો આ રેકોર્ડ

સ્મૃતિ મંધાનાએ ફરી એકવાર તોફાની ઈનિંગ રમી અને સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝની બીજી મેચમાં સદી ફટકારી છે. મં

સ્મૃતિ મંધાનાએ સાઉથ આફ્રિકા સામે ફટકારી સતત બીજી સદી, પોતાના નામે કર્યો આ રેકોર્ડ

સ્મૃતિ મંધાનાએ ફરી એકવાર તોફાની ઈનિંગ રમી અને સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝની બીજી મેચમાં સદી ફટકારી છે. મંધાનાએ સતત બીજી મેચમાં સદી ફટકારી છે. મહિલા ક્રિકેટમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે. મંધાનાએ બુધવારે ઐતિહાસિક ઈનિંગ રમી હતી. તેણે સદી ફટકારીને ઘણા રેકોર્ડ તોડ્યા હતા. ભારત માટે સૌથી વધુ ODI સદી ફટકારવાના મામલે મંધાના સંયુક્ત રીતે ટોચ પર પહોંચી ગઈ છે.

વાસ્તવમાં ભારતીય મહિલા ટીમ માટે સૌથી વધુ વનડે સદી ફટકારવાનો રેકોર્ડ મિતાલી રાજના નામે હતો. મિતાલીએ 232 મેચમાં 7 સદી ફટકારી છે. જ્યારે મંધાનાએ 84 મેચમાં 7 સદી ફટકારી હતી. મંધાના હવે ભારતીય મહિલા ટીમ માટે સૌથી વધુ વનડે સદી ફટકારવાના મામલે સંયુક્ત રીતે ટોચ પર પહોંચી ગઈ છે. મંધાનાએ સાઉથ આફ્રિકા સામેની વર્તમાન વનડે સિરીઝમાં સતત બીજી સદી ફટકારી છે.

મંધાનાના નામે રેકોર્ડ નોંધાયો

સ્મૃતિ મંધાના મહિલા ક્રિકેટમાં સતત બે વનડે સદી ફટકારનારી ટીમ ઈન્ડિયાની પ્રથમ ખેલાડી બની ગઈ છે. તેણે સાઉથ આફ્રિકા સામેની વર્તમાન સિરીઝની પ્રથમ મેચમાં 117 રન બનાવ્યા હતા. સ્મૃતિની આ ઈનિંગમાં 12 ફોર અને 1 સિક્સ સામેલ હતી. ભારતે આ મેચ 143 રને જીતી લીધી હતી. હવે તેણે બીજી વનડેમાં પણ સદી ફટકારી છે. સ્મૃતિએ બીજી વનડેમાં તોફાની ઈનિંગ રમી હતી.

મંધાનાએ બીજી વનડેમાં રમી તોફાની ઈનિંગ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી વનડે બેંગ્લોરમાં રમાઈ રહી છે. આ મેચમાં તેણે 120 બોલનો સામનો કર્યો હતો અને 136 રનની ઈનિંગ રમી હતી. મંધાનાની આ ઈનિંગમાં 18 ફોર અને 2 સિક્સ સામેલ હતી. સ્મૃતિએ કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે સદીની પાર્ટનરશિપ પણ  કરી હતી. તમને જણાવી દઈએ કે હરમનપ્રીત કૌરે પણ અ મેચમાં સદી ફટકારી હતી. તેણે 88 બોલમાં 103 બનાવ્યા હતા.

આ સમાચાર શેર કરો