જાસ્મિનના પ્રેમમાં હાર્દિક 'ક્લિન બોલ્ડ'?: બ્રિટિશ સિંગર વાલિયાની તસ્વીરમાં હાથ પરના ટેટૂએ પંડ્યાની ખોલી પોલ!
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયાના નતાશા સ્ટેન્કોવિકથી છૂટાછેડા લીધા એને એક મહિનો પણ માંડ થયો છે. ત્યારે હા

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયાના નતાશા સ્ટેન્કોવિકથી છૂટાછેડા લીધા એને એક મહિનો પણ માંડ થયો છે. ત્યારે હાર્દિક પંડ્યા બ્રિટિશ સિંગર અને અભિનેત્રી જાસ્મિન વાલિયાને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા સોશિયલ મીડિયામાં શરૂ થઈ છે. હવે જાસ્મિનના એક ફોટોના કારણે આ ચર્ચાએ જોર પકડયું છે.
જાસ્મિન દ્વારા શેર કરાયેલ ફોટામાં હાર્દિકનો ટેટૂવાળો હાથ દેખાયો હતો. હાલમાં વાયરલ થયેલા ફોટામાં, જાસ્મિન સેલ્ફી લેતી વખતે બિકીનીમાં જોવા મળી હતી. ફોટોમાં હાર્દિકના હાથની જેમ જ ટેટૂ કરાયેલ હાથ પણ દેખાઈ રહ્યો હતો.
જો કે હજુ આ ફોટોની સત્યતા ચકાસી શકાય એમ ન હોવાથી ચોક્કસ રીતે ન કહી શકાય કે આ હાથ હાર્દિકનો જ છે. જો કે, આ ફોટોએ ઈન્ટરનેટ પર ભારે ચર્ચા ચગાવી છે. ચાહકો તેને એક પુરાવા તરીકે માને છે કે આ જોડી ડેટિંગ કરી રહી છે.
થોડા દિવસ પહેલા જ જાસ્મિન અને હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામમાં શેર કરેલ ફોટોઝ અને વીડિયોઝમાં એકસરખો પુલ અને ગ્રીસનું બેકગ્રાઉન્ડ દેખાતા લોકોએ સોશિયલ મીડિયા પર બંનેના ડેટિંગ અંગેની ચર્ચાઓ શરૂ દીધી હતી. હાર્દિક સાથે છૂટાછેડાની જાહેરાત બાદ નતાશા દીકરા અગત્સ્યને લઈને પોતાના વતન સર્બિયા પહોંચી ગઈ છે. તેણે પણ અગત્સ્યના જન્મદિવસ પર બંનેના ફોટોઝ શેર કર્યા હતા.






