Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shreyas Iyer's stunning catch Surya and Rohit's reaction got viral

VIDEO: MI vs PBKS / શ્રેયસ અય્યરે હવામાં છલાંગ લગાવીને ઝડપ્યો શાનદાર કેચ, વાયરલ થયા સૂર્યા અને રોહિતના રિએક્શન

Timeછેલ્લું અપડેટ : 17 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026માં ગુરુવારે, વાનખેડે સ્ટેડિયમમાં એક એવું દૃશ્ય જોવા મળ્યું જે લાંબા સમય સુધી યાદ રહેશે. શ્રેયસ અય્યરે એક એવું પરાક્રમ કર્યું જેને IPL ઈતિહાસમાં શ્રેષ્ઠ ફિલ્ડિંગ ક્ષણોમાંથી એક માનવામાં આવે છે. પંજાબ કિંગ્સના કેપ્ટને શાનદાર પ્રયાસ સાથે મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાની ઈનિંગનો સાથે અંત કર્યો હતો.

App Store

આ ઘટના મેચની 18મી ઓવરના ત્રીજા બોલ પર બની હતી, જે માર્કો યાનસન દ્વારા ફેંકવામાં આવી હતી. હાર્દિકે ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર એક શક્તિશાળી શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો શોટ યોગ્ય રીતે કનેક્ટ ન થયો અને બોલ લોંગ ઓન તરફ ગયો.

હવામાં છલાંગ લગાવી

લોંગ ઓન પર ઉભા રહેલા શ્રેયસ અય્યરે એક મોટું પરાક્રમ કર્યું. તે ડાબી બાજુ દોડ્યો, હવામાં કૂદકો માર્યો અને ઉપરથી પડતા બોલને ઝડપી લીધો. ખાસ વાત એ છે કે, પોતાનું સંતુલન ગુમાવવા છતાં, તેણે જબરદસ્ત સમજદારી દર્શાવી અને હવામાં હોવા છતાં, બોલને લોંગ-ઓફ તરફ ફેંક્યો, જ્યાં ઝેવિયર બાર્ટલેટે એક સરળ કેચ ઝડપ્યો.

રવિ શાસ્ત્રી આશ્ચર્યચકિત થઈ ગયા

કોમેન્ટેટર રવિ શાસ્ત્રી પણ આ શાનદાર પ્રયાસથી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે અય્યરની કોર સ્ટ્રેન્થ અને બ્લેન્સની પ્રશંસા કરી. કેચ જેટલો મુશ્કેલ હતો તેટલો જ તે શાનદાર પણ હતો.

કેચ પછી, શ્રેયસ અય્યરે મુંબઈના દર્શકો તરફ ઈશારો કર્યો અને તેના કાન પર હાથ મૂક્યો, જાણે પૂછી રહ્યો હોય કે અવાજ કેમ બંધ થઈ ગયો. તેની પ્રતિક્રિયા પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ.

રોહિત અને સૂર્યાના રિએક્શન વાયરલ થયા

ડગઆઉટમાં બેઠેલો સૂર્યકુમાર યાદવ કેચ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો, જ્યારે તેની બાજુમાં બેઠેલા રોહિત શર્માએ પણ હાથ ઊંચા કરીને પ્રયાસ પર અવિશ્વાસ વ્યક્ત કર્યો..

મેચની વાત કરીએ તો, હાર્દિક પંડ્યાનો દિવસ સારો નહતો રહ્યો. તેણે 12 બોલમાં ફક્ત 14 રન બનાવ્યા અને એક મહત્ત્વપૂર્ણ ક્ષણે આઉટ થયો. તેની ધીમી ઈનિંગે ટીમના સ્કોરને પણ અસર કરી. ક્વિન્ટન ડી કોકે શાનદાર બેટિંગ કરી અને અણનમ 112 રન બનાવ્યા, છતાં મુંબઈ ઈન્ડિયન્સ 200 રનનો આંકડો પાર કરવામાં નિષ્ફળ ગયું અને 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 195 રન જ બનાવી શક્યું.

શ્રેયસ અય્યરની આ શાનદાર ફિલ્ડિંગ મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ, જેણે માત્ર મેચનું પાસું જ ન બદલ્યું પરંતુ ફેન્સને પણ આશ્ચર્યચકિત કરી દીધા.