Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shreyas Iyer became new captain of India's T20 Team

ભારતીય T20 ટીમમાં થયો મોટો બદલાવ, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કપ્તાની; શ્રેયસ અય્યર બન્યો નવો કેપ્ટન

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ભારતીય T20 ટીમમાં થયો મોટો બદલાવ, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કપ્તાની; શ્રેયસ અય્યર બન્યો નવો કેપ્ટન
સોર્સ : GSTV

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની મેન્સ સેલેક્શન પેનલ દ્વારા આજે મુંબઈ હેડક્વાર્ટરમાં મળેલી મહત્ત્વની બેઠક બાદ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસ પહેલા ભારતીય T20 ક્રિકેટમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેના સ્થાને મિડલ ઓર્ડરના બેટર શ્રેયસ અય્યરને ભારતીય T20 ટીમની કમાન સોંપવામાં આવી છે.

App Store

એપેક્સ કાઉન્સિલની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

અહેવાલો અનુસાર, BCCIની એપેક્સ કાઉન્સિલ કમિટીની બેઠકમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન પદ પરથી દૂર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની આજે જાહેરાત પણ કરી દેવામાં આવી છે. સૂર્યાના સ્થાને હવે શ્રેયસ અય્યર ભારતીય T20 ટીમના નવા સુકાની તરીકે જવાબદારી સંભાળશે. આ પ્રવાસમાં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પહેલીવાર ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મળ્યું છે. આયર્લેન્ડ સામેની સિરીઝ માટે આ યુવા સ્ટારને ટીમમાં સામેલ કરીને સેલેક્ટર્સે ભવિષ્યના સંકેતો આપી દીધા છે.

આયર્લેન્ડ સામેની T20I સિરીઝ માટેની ભારતીય ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.

ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટેની ટીમ 

શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી,પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.

એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, જસપ્રિત બુમરાહ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.

ભારત અને આયર્લૅન્ડ વચ્ચેની મેચનું શેડ્યુલ

  • પહેલી T20I: 26મી જૂન, બેલફાસ્ટ
  • બીજી T20I: 28મી જૂન, બેલફાસ્ટ

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની મેચનું શેડ્યુલ

  • પહેલી જુલાઈ: પહેલી T20I, ચેસ્ટર-લે-સ્ટ્રીટ
  • ચોથી જુલાઈ: બીજી T20I, માન્ચેસ્ટર
  • સાતમી જુલાઈ: ત્રીજી T20I, નોટિંગહામ
  • નવમી જુલાઈ: ચોથી T20I, બ્રિસ્ટોલ
  • 11મી જુલાઈ: પાંચમી T20I, સાઉધમ્પ્ટન
  • 14મી જુલાઈ: પહેલી ODI, બર્મિંગહામ
  • 16મી જુલાઈ: બીજી ODI, કાર્ડિફ
  • 19મી જુલાઈ: ત્રીજી ODI, લોર્ડ્સ