Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shreyas Iyer 7th player with spleen injury know when others returned ground

Spleenની દુર્લભ જીવલેણ ઈજા થનાર સાતમો પ્લેયર છે શ્રેયસ અય્યર, અગાઉ ઘાયલ થયેલા ખેલાડીઓએ ક્યારે કરી હતી વાપસી?

Timeછેલ્લું અપડેટ : 28 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Spleenની દુર્લભ જીવલેણ ઈજા થનાર સાતમો પ્લેયર છે શ્રેયસ અય્યર, અગાઉ ઘાયલ થયેલા ખેલાડીઓએ ક્યારે કરી હતી વાપસી?
સોર્સ : GSTV

શ્રેયસ અય્યરને સિડનીમાં સ્પ્લીન ઈજા થઈ હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ODIમાં એલેક્સ કેરીનો કેચ ઝડપતી વખતે તે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે તે મેદાનની બહાર નીકળી ગયો હતો. ઈંટરનલ બ્લીડિંગથી અય્યરની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી, અને તેને ICUમાં દાખલ કરવો પડ્યો હતો. અય્યર હવે સ્વસ્થ થઈ ગયો છે અને હોસ્પિટલમાં રિકવરી કરી રહ્યો છે. સ્પ્લીન ઈજાઓ ખૂબ ગંભીર છે, અને આ જીવલેણ ઈજા અગાઉ પણ કેટલાક ખેલાડીઓને થઈ છે.

App Store

અય્યર સ્પ્લીનની ઈજાનો ભોગ બનનાર સાતમો ખેલાડી

શ્રેયસ અય્યરની સ્પ્લીન ઈજા ખૂબ જ દુર્લભ અને જીવલેણ છે. આ ઈજાને કારણે ખેલાડીઓ મહિનાઓ કે વર્ષો સુધી રમતથી દૂર રહ્યા છે. અય્યરની પહેલા પણ કેટલાક ખેલાડીઓને ઈજાઓ થઈ છે.

એલી મેક્સવેલ: સ્કોટિશ ફૂટબોલર એલી મેક્સવેલને 1991ના સ્કોટિશ કપ ફાઈનલમાં સ્પ્લીન ઈજા થઈ હતી અને તેને 9 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની સર્જરી થઈ હતી અને લાંબા સમય સુધી તેની રિકવરી ચાલી હતી.

જેસન વિટેન: રગ્બી ખેલાડી જેસન વિટેન 2012માં સ્પ્લીન ઈજાને કારણે રમતમાંથી બહાર થઈ ગયો હતો, તેણે ઈંટરનલ બ્લીડિંગને કારણે ઘણી મેચ મિસ કરી હતી.

શોન એવરી: ન્યુયોર્ક રેન્જર્સના આઈસ હોકી ફોરવર્ડ શોન એવરીને 2008માં રમતી વખતે સ્પ્લીન ઈજા થઈ હતી. જોકે, તેને સર્જરીની જરૂર નહતી પડી અને તે સિઝન પછી તે સ્વસ્થ થઈ ગયો હતો.

ક્રિસ સિમ્સ: ટેમ્પા બે બુકાનેર્સ ટીમના ક્વાર્ટરબેક ક્રિસ સિમ્સને 2006માં સ્પ્લીન ઈજા થઈ હતી અને તેની સર્જરી કરાવવામાં આવી હતી. તે થોડા અઠવાડિયા આરામ કર્યા પછી મેદાનમાં પાછો ફર્યો હતો.

મેટ હેન્વિક: આઈસ હોકી ડિફેન્ડર મેટ હેન્વિકને 2009માં મોન્ટ્રીયલ સામેની મેચ દરમિયાન સ્પ્લીન ઈજા થઈ હતી અને તેને સર્જરીની જરૂર પડી હતી. તેને સ્વસ્થ થવામાં બે વર્ષ લાગ્યા હતા અને તે 2011માં સંપૂર્ણપણે સ્વસ્થ થયો હતો.

ડેવિડ ડાલ: કોલોરાડો રોકીઝના બેઝબોલ આઉટફિલ્ડર ડેવિડ ડાલને 22015માં સ્પ્લીન ઈજા થઈ હતી અને તેને સર્જરીની જરૂર પડી હતી. તે થોડા સમય માટે આરામ કર્યા પછી સ્વસ્થ થયો હતો.

શ્રેયસ અય્યર ક્યારે પાછો ફરશે?

અગાઉના ખેલાડીઓ જેમને સ્પ્લીન ઈજા થઈ છે તેમના ઈતિહાસ પર નજર કરીએ તો, તેમને સાજા થવામાં મહિનાઓથી વર્ષો લાગ્યા છે. જ્યારે ક્રિસ સિમ્સ અને જેસન વિટન જેવા ખેલાડીઓ થોડા અઠવાડિયામાં મેદાનમાં પાછા ફર્યા હતા, ત્યારે મેટ હેન્વિકને સંપૂર્ણપણે સ્વસ્થ થવામાં લગભગ બે વર્ષ લાગ્યા હતા. શ્રેયસ અય્યરની ઈજાની ગંભીરતાનો હજુ સુધી ખુલાસો નથી થયો. જોકે, એવું માની શકાય છે કે તેને થોડા મહિનાઓ માટે બ્રેક લેવો પડી શકે છે.