VIDEO: વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ એવી સિક્સ ફટકારી કે નળિયાના કટકા ઉછળીને દર્શક પર પડ્યા
ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે નોટિંઘમમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં મહેમાન ટીમના ખેલાડી શમર જોસેફે એવ

ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે નોટિંઘમમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં મહેમાન ટીમના ખેલાડી શમર જોસેફે એવી સિક્સ ફટકારી કે, બોલ સ્ટેડિયમની છત સાથે ટકરાતા ટાઈલ્સના કટકા ઉછળી મેચ જોઈ રહેલા દર્શક પર પડ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે, ક્રિકેટ ફેન્સને કોઈ ઈજા થઈ નથી. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ઈંગ્લેન્ડના બોલર એટકિન્સને 107મી નાખી હતી. ત્યારે આ ઓવરના ચોથા બોલ પર શમર જોસેફ સ્ટ્રાઈક પર હતો. જોસેફ બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ સિક્સર ફટકારી હતી. બોલ છત સાથે અથડાતા નળિયું તૂટીને દર્શક પર પડ્યું હતું. જોસેફે આ ઓવરમાં કુલ 16 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ ઈનિંગમાં 457 રન ફટકાર્યા
ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 416 રન બનાવ્યા હતા. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 457 રન ફટકાર્યા હતા. પરિણામે મહેનામ ટીમે 41 રનની લીડ મેળવી હતી. જોકે, ત્રણ ટેસ્ટની સીરિઝમાં ઈંગ્લેન્ડ હાલ 1-0થી આગળ છે.








