મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

કરિયરના છેલ્લા તબક્કામાં શાકિબ અલ હસનને લાગ્યો ઝટકો, બોલિંગ એક્શન પર મુકાયો પ્રતિબંધ

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન માટે તેના કરિયરના છેલ્લા તબક્કામાં ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. શા

કરિયરના છેલ્લા તબક્કામાં શાકિબ અલ હસનને લાગ્યો ઝટકો, બોલિંગ એક્શન પર મુકાયો પ્રતિબંધ

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન માટે તેના કરિયરના છેલ્લા તબક્કામાં ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. શાકિબની બોલિંગ એક્શનને શંકાસ્પદ માનવામાં આવી રહી છે, જેના કારણે તેની બોલિંગ એક્શન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હવે આ ખેલાડી ક્યારેય બોલિંગ નહીં કરી શકશે. 

આ પણ વાંચો: વિશ્વના સૌથી ઉંચા ક્રિકેટરે અચાનક કરી સંન્યાસની જાહેરાત, પાકિસ્તાનને 2 દિવસમાં ત્રીજો ઝટકો

હવે ખતમ થઈ શકે છે કરિયર

શાકિબ અલ હસન પોતાના ક્રિકેટ કરિયરના છેલ્લા તબક્કામાં છે. આ દરમિયાન જ તેના માટે આ ખરાબ સમાચાર આવ્યા છે. જે બાદ હવે ટૂંક સમયમાં તેનું કરિયર ખતમ થઈ શકે છે. હાલમાં શાકિબ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો હતો. સરે તરફથી રમતી વખતે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેની બોલિંગ એક્શનની તપાસ કરાવી હતી.

ICCના નિયમ હેઠળ લગાવ્યો પ્રતિબંધ

કાઉન્ટી ક્રિકેટ દરમિયાન ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે શાકિબની બોલિંગ એક્શનની તપાસ કરી હતી, તેમાં તેની બોલિંગ એક્શન શંકાસ્પદ જણાઈ હતી. ત્યારબાદ શાકિબ પર ICCના નિયમો હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેને લઈને હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે માહિતી શેર કરી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હવે શાકિબ પર લગાવેલા પ્રતિબંધને સાર્વજનિક કરી દીધો છે.

બાંગ્લાદેશથી બહાર છે શાકિબ

બાંગ્લાદેશની સ્થિતિ છેલ્લા કેટલાક મહિનાઓથી ખૂબ ખરાબ ચાલી રહી છે. બાંગ્લાદેશમાં થયેલી હિંસા દરમિયાન એક વ્યક્તિની હત્યા કરવાનો આરોપ પણ શાકિબ પર લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદથી તેની સામે બાંગ્લાદેશમાં કેસ પણ ચાલી રહ્યો છે. ત્યારથી શાકિબ બાંગ્લાદેશ નથી ગયો અને તેને નેશનલ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

શાકિબની ક્રિકેટ કરિયર

શાકિબ અલ હસન બાંગ્લાદેશ માટે અત્યાર સુધીમાં 71 ટેસ્ટ, 247 ODI અને 129 T20I મેચ રમ્યો છે. 71 ટેસ્ટમાં બોલિંગ કરતા તેણે 246 વિકેટ લીધી હતી. આ ઉપરાંત વનડેમાં 317 વિકેટ અને T20Iમાં 149 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત શાકિબ 71 IPL મેચો પણ રમ્યો છે, જેમાં બોલિંગ કરતા તેણે 63 વિકેટ લીધી હતી.

આ સમાચાર શેર કરો