મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

સંજુ સેમસને આ બાબતે છોડ્યો ધોનીને પાછળ, IPL 2024માં નોંધાવ્યો ખાસ રેકોર્ડ

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને દિલ્હી કેપિટલ્સ સામે તોફાની ઇનિંગ રમી હતી. સંજુ સેમસ

સંજુ સેમસને આ બાબતે છોડ્યો ધોનીને પાછળ, IPL 2024માં નોંધાવ્યો ખાસ રેકોર્ડ

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને દિલ્હી કેપિટલ્સ સામે તોફાની ઇનિંગ રમી હતી. સંજુ સેમસને 46 બોલમાં 86 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ તેમ છતાં રાજસ્થાન રોયલ્સને 20 રને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, IPL 2024માં સંજુ સેમસને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. સંજુ સેમસન IPLમાં સૌથી ઓછી મેચોમાં 200 સિક્સર ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ મામલે સંજુ સેમસને મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ છોડી દીધો છે.

આ પણ વાંચોઃ VIDEO / સંજુ સેમસનની વિકેટ પર સિદ્ધુએ આપી પ્રતિક્રિયા, કહ્યું- 'દૂધમાં માખી પડી...'

સંજુ સેમસ ધોની કરતા આગળ નીકળો

સંજુ સેમસને IPLની 159 ઇનિંગ્સમાં 200 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન ધોનીએ 165 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. જોકે, હવે સંજુ સેમસને કેપ્ટન કૂલને પાછળ છોડી દીધો છે. મહેન્દ્ર સિંહ ધોની અને સંજુ સેમસન ઉપરાંત ક્રિસ ગેલ, એબી ડી વિલિયર્સ, ડેવિડ વોર્નર, કિરોન પોલાર્ડ અને આન્દ્રે રસેલ જેવા ખેલાડીઓ પણ આ યાદીમાં સામેલ છે, પરંતુ હવે સંજુ સેમસન અન્ય બેટ્સમેનોને પાછળ છોડીને આગળ નીકળી ગયો છે.

આ ભારતીય બેટ્સમેનો શાનદાર રહ્યા

આ યાદીમાં ત્રીજો ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી છે. વિરાટ કોહલીએ IPLની 180 ઇનિંગ્સમાં 200 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પછી રોહિત શર્મા ચોથા સ્થાને છે. રોહિત શર્માએ 185 ઇનિંગ્સમાં 200 સિક્સર મારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. જ્યારે પાંચમા ક્રમે રહેલા સુરેશ રૈનાએ 193 ઇનિંગ્સમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. જોકે, IPL મેચોમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં રોહિત શર્મા ટોચ પર છે. રોહિત શર્માએ 249 મેચમાં 276 સિક્સર ફટકારી છે. આ પછી અનુક્રમે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની છે.

આ સમાચાર શેર કરો