Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : RR v RCB head to head record in IPL

VIDEO: RR vs RCB / આજે કઈ ટીમનો જીતનો સિલસિલો અટકશે? જાણો રાજથાન અને બેંગલુરુનો હેડ ટુ હેડ રેકોર્ડ

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPLની 19મી સિઝનની 16મી મેચ પર બધા ફેન્સની નજર છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો થશે, જેમણે આ સિઝનમાં અત્યાર સુધી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને એક પણ મેચ નથી હારી. આ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. રિયાન પરાગની કેપ્ટનશિપ હેઠળ, રાજસ્થાન રોયલ્સે આ સિઝનમાં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ બે મેચ રમી છે અને બંનેમાં એકતરફી જીત મેળવી છે. આ બંને ટીમો વચ્ચેની મેચ પર બધાની નજર રહેશે, જેમાં કોઈ એક ટીમનો જીતનો સિલસિલો અટકશે.

App Store

રાજસ્થાન સામે RCBનું પલડું થોડું ભારે

IPLના ઈતિહાસમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના હેડ-ટુ-હેડ રેકોર્ડ વિશે વાત કરીએ તો, RCBનું પલડું થોડું ભારે છે. IPLના ઇતિહાસમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 34 મેચ રમાઈ છે, જેમાંથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 17 મેચ જીતી છે, જ્યારે રાજસ્થાન રોયલ્સે 14 મેચ જીતી છે. ત્રણ મેચ રદ્દ કરવામાં આવી છે. છેલ્લી IPL સિઝનમાં, બંને ટીમો બે વાર ટકરાઈ હતી, જેમાં RCBએ બંને મેચ જીતી હતી.જ્યારે  IPL 2024માં રાજસ્થાન રોયલ્સે RCB સામે બે મેચ રમી હતી અને બંનેમાં જીત મેળવી હતી.

વિરાટ કોહલી અને વૈભવ સૂર્યવંશી પર નજર રહેશે

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની આ મેચમાં જે બે ખેલાડીઓ પર બધાની નજર રહેશે તે છે વિરાટ કોહલી અને વૈભવ સૂર્યવંશી. કોહલી IPLમાં રાજસ્થાન રોયલ્સ સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, તેણે ટીમ સામે 800થી વધુ રન બનાવ્યા છે. જ્યારે વૈભવ સૂર્યવંશી આ મેચમાં તે RCBના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનો સામનો કેવી રીતે કરે છે તેના પર ફેન્સની નજર રહેશે.