રોહિત શર્માનો ૯ વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત! અભિષેક શર્માએ માત્ર ૩૦ બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ!

ભારતના યુવા ઓપનર અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામેની T20 મેચમાં તોફાની બેટિંગ કરીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધી છે. પ્રથમ ઓવરથી જ આક્રમક અંદાજમાં રમતા અભિષેકે માત્ર 30 બોલમાં સદી ફટકારી અને એક સાથે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા. તેમની આ ઇનિંગ્સ IPL જેવી વિસ્ફોટક રહી હતી, જેમાં અફઘાન બોલરો સંપૂર્ણપણે બેકફૂટ પર જોવા મળ્યા હતા.
રોહિત શર્માનો રેકોર્ડ તોડી નાખ્યો
અભિષેક શર્માએ માત્ર 30 બોલમાં સદી ફટકારીને ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલાં આ સિદ્ધિ ભારત તરફથી રોહિત શર્મા (Rohit Sharma)ના નામે હતી, જેમણે 2017માં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારી હતી. અભિષેકે આ રેકોર્ડને 5 બોલથી પાછળ છોડી દીધો છે.
T20I ક્રિકેટના સૌથી ઝડપી સદીબાજોમાં સામેલ
આ ધમાકેદાર ઇનિંગ્સ સાથે અભિષેક શર્મા હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી ઝડપી સદીબાજોની યાદીમાં ટોચના ખેલાડીઓમાં સામેલ થઈ ગયો છે. માત્ર 27 બોલમાં સદી ફટકારનાર સાહિલ ચૌહાન અને મુહમ્મદ ફહાદે પછી અભિષેકનું નામ સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડીઓમાં ગણાશે.
સૌથી ઝડપી T20I સદીઓની યાદીમાં કોણ આગળ?
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ સાહિલ ચૌહાનના નામે છે, જેમણે 2024માં સાયપ્રસ સામે માત્ર 27 બોલમાં સદી ફટકારી હતી. ત્યારબાદ મુહમ્મદ ફહાદે 29 બોલમાં અને હવે અભિષેક શર્માએ 30 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. ભારત માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ હવે અભિષેકના નામે નોંધાયો છે.
સૌથી ઝડપી T20I સદી
27 બૉલ - સાહિલ ચૌહાણ (એસ્ટોનિયા) vs સાયપ્રસ, એપિસ્કોપી, 2024
29 બૉલ - મુહમ્મદ ફહાદ (ટર્કી) vs બલ્ગેરિયા, સોફિયા, 2025
30 બૉલ - અભિષેક શર્મા (ઈન્ડિયા) vs અફઘાનિસ્તાન, દિલ્હી, 2026
33 બૉલ - જેન નિકોલ લોફ્ટી-ઈટન (નામિબિયા) vs નેપાળ, કીર્તિપુર, 2024
33 બૉલ - સિકંદર રઝા (ઝિમ્બાબ્વે) vs ગેમ્બિયા, નાઇરોબી (રુઆરાકા), 2024
33 બૉલ - ફિન એલન (સાઉથ આફ્રિકા) vs ન્યુઝીલેન્ડ, કોલકાતા, 2026
ઈન્ડિયાનો અગાઉનો સૌથી ઝડપી રેકોર્ડ: રોહિત શર્મા (35 બૉલ) vs શ્રીલંકા, ઈન્દોર, 2017
પુરુષ T20Iમાં 1 થી 6 ઓવરમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર
76(22)* - અભિષેક શર્મા (IND) vs અફઘાનિસ્તાન, દિલ્હી, 2026
74(25)* - કુલદીપ ઘોલિયા (પોર્ટુગલ) vs માલ્ટા, જિબ્રાલ્ટર, 2023
73(22)* - ટ્રેવિસ હેડ (AUS) vs SCOT, એડિનબર્ગ, 2024
68(21)* - વિન્ટલી બર્ટન (SER) vs BUL, સોફિયા, 2022
68(28)* - જોર્જ મુન્સી (SCOT) vs ઓસ્ટ્રિયા, એડિનબર્ગ, 2023
ભારતીય ક્રિકેટને મળ્યો નવો T20 સુપરસ્ટાર
છેલ્લા કેટલાક મહિનાથી અભિષેક શર્મા સતત આક્રમક બેટિંગ કરી રહ્યા છે. IPLમાં દેખાડેલી નિર્ભય બેટિંગ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ જોવા મળી રહી છે. માત્ર 30 બોલમાં સદી ફટકારીને તેમણે સાબિત કરી દીધું છે કે ભારતીય ક્રિકેટને T20 ફોર્મેટ માટે એક નવો મેચ વિનર અને સુપરસ્ટાર મળી ગયો છે.

