ચીફ સિલેક્ટર અજિત અગરકર છોડશે પદ? રોહિત શર્મા વિવાદ બાદ રાજીનામાની ચર્ચા તેજ

ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર તરીકે 16 સપ્ટેમ્બર અજિત અગરકરનો છેલ્લો દિવસ હોઈ શકે છે. 16 સપ્ટેમ્બરે અજિત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટી છેલ્લીવાર ટીમ ઈન્ડિયાની પસંદગી કરવા બેસી શકે છે. આ સિલેક્શન વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝ માટે થવાનું છે, જેની શરૂઆત 27 સપ્ટેમ્બરથી થશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ચીફ સિલેક્ટર તરીકે અજિત અગરકરનો કાર્યકાળ લંબાવવામાં આવી શકે છે. પરંતુ હવે એવા અહેવાલો છે કે અજિત અગરકર ચીફ સિલેક્ટર તરીકે છેલ્લીવાર ટીમ ઈન્ડિયાનું સિલેક્શન કરશે. અર્થાત વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ માટે ટીમ પસંદ કરવાની સાથે જ તેઓ પોતાનું ચીફ સિલેક્ટરનું પદ પણ છોડી દેશે.
રોહિત શર્મા વાળા મામલાથી અજિત અગરકર દુઃખી- રિપોર્ટ
અજિત અગરકરનો ચીફ સિલેક્ટર તરીકેનો કાર્યકાળ ઓક્ટોબરમાં પૂરો થઈ રહ્યો છે. અહેવાલો તો એવા જ હતા કે તેમના કાર્યકાળને 2027 વર્લ્ડ કપ સુધી લંબાવવામાં આવશે. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે અજિત અગરકર, રોહિત શર્મા વાળા મામલામાં BCCIના હસ્તક્ષેપથી દુઃખી છે અને હવે તેઓ પોતાનો કાર્યકાળ આગળ ધપાવવા માગતા નથી. રિપોર્ટ અનુસાર 16 સપ્ટેમ્બરે યોજાનારી સિલેક્શન કમિટીની મીટિંગ 99 ટકા અજિત અગરકરની છેલ્લી મીટિંગ હશે.
શું છે રોહિત શર્મા વાળો મામલો?
હવે સવાલ એ છે કે રોહિત શર્મા વાળો આખો મેટર શું છે, જેનાથી અગરકર નારાજ થઈને પદ છોડવાના અહેવાલો છે? જુલાઈમાં યોજાયેલા ઈંગ્લેન્ડ પ્રવાસ વખતે એવા સમાચાર સામે આવ્યા હતા કે સિલેક્ટર્સે રોહિત સાથે વાત કરીને તેમને જણાવી દીધું છે કે તેઓ તેમનાથી આગળ વિચાર કરી રહ્યા છે. પરંતુ, પાછળથી BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ તે સમાચારનું ખંડન કર્યું હતું. BCCI સેક્રેટરીએ આ મામલે મધ્યસ્થી કરતા ત્યારે કહ્યું હતું કે રોહિત ભારતની વનડે યોજનાઓનો હિસ્સો બન્યા રહેશે.
ઈંગ્લેન્ડ પ્રવાસ પર કાર્ડિફમાં રમાયેલી બીજી વનડેમાં 47 બોલમાં 26 રન બનાવ્યા બાદ રોહિતના વનડે ભવિષ્યને લઈને ચર્ચા તેજ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલાં અફઘાનિસ્તાન સામેની ઘરઆંગણાની વનડે સિરીઝમાં પણ રોહિતનું પ્રદર્શન સરેરાશ રહ્યું હતું, જ્યાં તેમણે 16, 48 અને 79 રન બનાવ્યા હતા. જોકે, રોહિતે લોર્ડ્સમાં રમાયેલી છેલ્લી વનડે ઈનિંગ્સમાં સદી ફટકારી છે.

