VIDEO: AFTERNOON NEWS BULLETIN / દેશની 8 હાઈકોર્ટને નવા ચીફ જસ્ટિસ,ઈરાન યુદ્ધની સિક્રેટ માહિતી લીક,પુતિનનો મોટો સંકેત: યુક્રેન યુદ્ધનો અંત હજુ દૂર
સોર્સ : gstv
દેશની 8 હાઈકોર્ટને નવા ચીફ જસ્ટિસ
કેન્દ્ર સરકારે દેશની વિવિધ હાઈકોર્ટમાં આઠ નવા ચીફ જસ્ટિસની નિમણૂક કરી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ બાદ આ નિમણૂક કરવામાં આવી છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે.
ઈરાન યુદ્ધની સિક્રેટ માહિતી લીક
ઈરાન સાથેના વધતા તણાવ વચ્ચે અમેરિકાના પેન્ટાગોનમાંથી અત્યંત ગોપનીય સૈન્ય માહિતી લીક થતાં ખળભળાટ મચ્યો છે. માહિતી લીકથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે નારાજ થયા હોવાના અહેવાલ છે. આ મામલે કેટલાક ટોચના અધિકારીઓના પોલીગ્રાફ ટેસ્ટ કરાયા હોવાની માહિતી સામે આવી છે.
પુતિનનો મોટો સંકેત: યુક્રેન યુદ્ધનો અંત હજુ દૂર
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન યુદ્ધને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પના ખાસ દૂતો સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સાથેની મુલાકાતમાં પુતિને હાલની સ્થિતિને મુશ્કેલ ગણાવી છે. બીજી તરફ અમેરિકા રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ માટે પ્રયાસો તેજ કરી રહ્યું છે.
ગ્રીસમાં એર શો દરમિયાન F-4 ફેન્ટમ ફાઈટર જેટ ક્રેશ
ગ્રીસના તાનાગ્રા એર બેઝ પર એર શો દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કરતબ કરી રહેલું બે સીટવાળું F-4 ફેન્ટમ ફાઈટર જેટ અચાનક તૂટી પડ્યું હતું. અકસ્માતમાં બંને પાઈલટનાં મોત થયા છે. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
જન્માષ્ટમીનો મેળો માતમમાં ફેરવાયો!
રાજકોટના પડધરી તાલુકાના દહિસરડા ગામે હૃદયદ્રાવક ઘટના બની છે. જન્માષ્ટમીની ઉજવણી માટે આવેલા ચાર બાળકો ચેક ડેમમાં ન્હાવા ગયા હતા. રમતા રમતા ચારેય બાળકો પાણીમાં ડૂબી ગયા હતા. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે રેસ્ક્યૂ હાથ ધર્યું, પરંતુ ચારેય બાળકોને બચાવી શકાયા નહોતા.
વઢવાણના મેળામાં મોતની રાઈડ!
સુરેન્દ્રનગરના વઢવાણ લોકમેળામાં મોટી દુર્ઘટના બની છે. રાઈડ પરથી પટકાતા 13 વર્ષની બાળકીનું મોત થયું છે. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી, પરંતુ તબીબોએ મૃત જાહેર કરી હતી. ઘટનાને પગલે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

