Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : NEWS AFTERNOON/ America upset with Pezeshkian-Modi meeting, Abhinandan who shot down F-16 leaves Air Force job

VIDEO: NEWS AFTERNOON/ પેઝેશ્કિયાન-મોદીની મુલાકાતથી અમેરિકા નારાજ, F-16 તોડી પાડનાર અભિનંદને છોડી વાયુસેનાની નોકરી

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv
પેઝેશ્કિયાન-મોદીની મુલાકાતથી અમેરિકા નારાજ
App Store
 
SCO સમિટમાં PM મોદી અને ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનની મુલાકાતથી અમેરિકા નારાજ થયું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે ઈરાન સાથે વેપાર કરનાર કોઈપણ દેશ પર અમેરિકા પ્રતિબંધો લાદતા અચકાશે નહીં.
 
અમેરિકા અને હૂતી આમને-સામને
 
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે. યમનના હૂતી બળવાખોરોએ ૧૦ બેલિસ્ટિક મિસાઈલ છોડ્યા બાદ, અમેરિકી નૌસેનાએ હોમુર્ઝ સ્ટ્રેટમાં કડક કાર્યવાહી કરી ૮૬ કોમર્શિયલ જહાજોના રૂટ બદલી નાખ્યા છે અને ૩ જહાજોને નિષ્ક્રિય કર્યા છે.
 
 F-16 તોડી પાડનાર અભિનંદને છોડી વાયુસેનાની નોકરી
 
પાકિસ્તાનનું F-16 તોડી પાડનાર ભારતીય વાયુસેનાના જાંબાઝ પાયલટ અભિનંદન વર્ધમાને એરફોર્સ છોડ્યું છે. તેઓ હવે ગોવા સ્થિત પ્રાદેશિક એરલાઈન Fly91 સાથે પાયલટ તરીકે જોડાયા છે અને ઓગસ્ટ મહિનાથી નવી ભૂમિકામાં કાર્યરત બન્યા છે.
 
મણિપુરમાં ફરી ભડકી હિંસા
 
મણિપુરમાં હિંસાનો સિલસિલો ફરી શરૂ થયો છે. કાંગપોકપી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ઉપદ્રવીઓએ ગોળીબાર સાથે ૩૫ જેટલા ઘરોને આગને હવાલે કરી દીધા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાતા તંત્ર ફરી હાઈ એલર્ટ પર છે.
 
સાતમ-આઠમ: સૌરાષ્ટ્રની બસો હાઉસફુલ
 
જન્માષ્ટમીના તહેવારને લઈને અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી એસટી અને ખાનગી બસોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ટ્રેનો ફૂલ થતાં મુસાફરો બસ તરફ વળ્યા છે, જેને પગલે ખાનગી ટ્રાવેલ્સે ભાડામાં દોઢથી બે ગણો તોતિંગ વધારો ઝીંકી દીધો છે.
 
સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન
 
ગુજરાતી સુગમ અને લોકસંગીતમાં મોટું યોગદાન આપનાર જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં નિધન થયું છે. પિતા અવિનાશ વ્યાસના વારસાને આગળ ધપાવી ૧૦૦થી વધુ ફિલ્મોમાં સંગીત આપનાર આ દિગ્ગજ સંગીતકારની વિદાયથી સંગીત જગતમાં ઊંડો શોક વ્યાપી ગયો છે.