VIDEO: MORNING BULLETIN / પુતિનને મનાવવા મોસ્કો પહોંચ્યા ડોનાલ્ડ ટ્રમ્પના બે દૂત, સરપંચોનો સરકાર સામે મોરચો
નેપાળમાં ભીષણ તબાહીના 11 દિવસ બાદ ચમત્કાર
નેપાળના નુવાકોટમાં ત્રિશૂલી નદીના પૂર અને ભૂસ્ખલનના ૧૧ દિવસ બાદ મોટો ચમત્કાર સર્જાયો છે. રાહત અને બચાવ કામગીરી દરમિયાન કાટમાળ નીચેથી ૫૫ વર્ષીય ચંદ્રિકા શ્રેષ્ઠ નામની મહિલાને હેમખેમ જીવતી બહાર કઢાઈ છે.
પુતિનને મનાવવા મોસ્કો પહોંચ્યા ડોનાલ્ડ ટ્રમ્પના બે દૂત
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા અમેરિકાએ ફરી કવાયત તેજ કરી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર મોસ્કો પહોંચ્યા છે, જેઓ રશિયન અધિકારીઓ સાથે મંત્રણા બાદ શાંતિ પ્રસ્તાવ લઈને યુક્રેન જશે.
BLAનો પાક સેના પર હુમલો
બલોચિસ્તાન લિબરેશન આર્મીએ બે મોટા હુમલાઓમાં પાકિસ્તાની સેનાના ૨૫ જવાનોને ઠાર કરવાનો દાવો કર્યો છે. BLAએ હુમલાનો ફિલ્મી શૈલીનો ધડાકા અને ગોળીબારવાળો વીડિયો જારી કરીને સેના પ્રમુખ આસિમ મુનીરને સીધો પડકાર ફેંક્યો છે.
સરપંચોનો સરકાર સામે મોરચો
સાબરકાંઠા સરપંચ એસોસિએશને ₹૬ લાખથી વધુના કામોમાં ફરજિયાત ટેન્ડરિંગ અને GeM પોર્ટલના વિરોધ સાથે બટાકા પકવતા ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું છે. માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધીનગર સુધી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
જંગલ જમીન ખેડાણ મુદ્દે ઘર્ષણ
હલગામ પાડીમાં જંગલ જમીન ખેડવા ગયેલા ગ્રામજનો અને વન વિભાગ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલાએ મધ્યસ્થી કરી સોમવાર સુધીમાં ૬૦૮ ખેડૂતોની દાવા અરજીઓ સ્પષ્ટ કરવા ફોરેસ્ટ વિભાગને અલ્ટીમેટમ આપ્યું છે.

