Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : News afternoon/A statement by Trump led to a surge in crude oil prices

VIDEO: NEWS AFTERNOON / ટ્રમ્પના એક નિવેદનથી ક્રૂડ ઓઈલની કિંમતો ઉછળી, ધોળા દિવસે બાઈકસવાર પર દીપડાનો હુમલો, ગુજરાતના 10 તાલુકા કોરાધાકોર

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આતંકવાદ મુદ્દે મોદીનો પાકિસ્તાન પર પ્રહાર

App Store
SCO સમિટમાં પાક. વડાપ્રધાન શહબાઝ શરીફની હાજરીમાં પીએમ મોદીએ આતંકવાદ સામે આક્રમક વલણ દાખવ્યું. તેમણે પુતિન અને જિનપિંગ સમક્ષ આતંકવાદને હથિયાર બનાવતા દેશો અને તેના ફન્ડિંગ નેટવર્કને જડમૂળથી ખતમ કરવા ખુલ્લી અપીલ કરી.

ટ્રમ્પના એક નિવેદનથી ક્રૂડ ઓઈલની કિંમતો ઉછળી

ડોનાલ્ડ ટ્રમ્પે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર અમેરિકાના નિયંત્રણ અને ઈરાનની આર્થિક બરબાદીનો મોટો દાવો કર્યો છે. ઈરાન સાથે કોઈ પણ વાટાઘાટો નકારતા તેમના આ નિવેદનથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ભડક્યું

યુએસ સેનાના ભીષણ હુમલા બાદ ઈરાને વળતો પ્રહાર કરતા કુવૈત, બહેરીન અને જોર્ડન સ્થિત અમેરિકન મિલિટરી બેઝ પર ડ્રોન અને બેલિસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો છે, જેના પગલે સમગ્ર મિડલ ઈસ્ટમાં યુદ્ધનો ભય વધી ગયો છે.

5 રાજ્યોમાં મેઘતાંડવ: ઉત્તરાખંડ-આસામમાં 11નાં મોત

દેશના 5 રાજ્યોમાં મુશળધાર વરસાદથી ભારે તબાહી મચી છે. ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને દીવાલ ધરાશાયી થવાથી 7 લોકોના જ્યારે આસામમાં વરસાદી દુર્ઘટનાઓમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જેનાથી પહાડી વિસ્તારોમાં હાલાકી વધી છે.

ગુજરાતના 10 તાલુકા કોરાધાકોર

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર વચ્ચે કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકાના 10 તાલુકાઓમાં હજુ 10 ઈંચ વરસાદ પણ નથી પડ્યો. દ્વારકામાં તો માંડ 1 ઈંચ વરસાદ નોંધાતા જળસંકટ ઘેરું બન્યું છે અને મગફળીના વાવેતર પર મોટો ખતરો તોળાયો છે.

ધોળા દિવસે બાઈકસવાર પર દીપડાનો હુમલો

સાપુતારા-માલેગામ નેશનલ હાઈવે પર હનુમાન મંદિર નજીક ઘાટમાં દીપડાએ ફરજ પર જઈ રહેલા સિક્યુરિટી ગાર્ડ પર અચાનક હુમલો કર્યો હતો. લોહીલુહાણ બાઈકસવારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે હાઈવે પર બનેલી આ ઘટનાથી પ્રવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે.
ટોપિક્સ:GSTV NewsGujarati News