VIDEO: NEWS AFTERNOON / દુનિયાના નવા નક્શાને UNની મંજૂરી, ક્લાઈમેટ ચેન્જ મુદ્દે ભારતનો વળતો જવાબ, ભાવનગરના મેળામાં અસામાજિક તત્વોનો આતંક
દુનિયાના નવા નક્શાને UNની મંજૂરી
હવે વિશ્વનો નકશો પહેલા જેવો નહીં રહે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ખંડોનું વાસ્તવિક કદ દર્શાવતા નવા નકશાને મંજૂરી આપી દીધી છે. જેમાં આફ્રિકા મોટું અને યુરોપ-અમેરિકા નાના દેખાશે. આ પ્રસ્તાવને ૧૬૪ દેશોનું સમર્થન મળ્યું, જ્યારે અમેરિકાએ તેનો એકમાત્ર વિરોધ નોંધાવ્યો હતો.
બોલિવિયાના લશ્કરી મથકે પ્રચંડ વિસ્ફોટ
"બોલિવિયાના વિયાચા સ્થિત એક લશ્કરી મથકે ૪ સપ્ટેમ્બરે ભયાનક બ્લાસ્ટ થયો. રાજધાની લા પાઝ નજીક બનેલી આ ઘટનામાં ઓછામાં ઓછા ૧૦ લોકોનાં મોત થયાં છે અને ૬૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે.
ક્લાઈમેટ ચેન્જ મુદ્દે ભારતનો વળતો જવાબ
"ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન મુદ્દે નેપાળના વિદેશ મંત્રીની વળતરની અપીલ બાદ ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ક્લાઈમેટ ચેન્જ એ વૈશ્વિક પડકાર છે અને ઐતિહાસિક રીતે જે વિકસિત દેશો સૌથી વધુ ઉત્સર્જન માટે જવાબદાર રહ્યા છે, તેમણે જ નેપાળ જેવા વિકાસશીલ દેશોને ફાઇનાન્સ અને ટેક્નોલોજી દ્વારા સહયોગ આપવો જોઈએ.
લૉરી સાથે કાર અથડાઈ, 8ના મોત
કેરળના ત્રિશૂર ખાતે મોડી રાત્રે ઊભેલી લૉરી પાછળ કાર ધડાકાભેર અથડાતાં ભયાનક અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં કારમાં સવાર તમામ આઠ યુવકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. પ્રાથમિક તપાસ મુજબ મૃતકો તમિલનાડુના વિદ્યાર્થીઓ હોવાની શક્યતા છે.
ભાવનગરના મેળામાં અસામાજિક તત્વોનો આતંક
ભાવનગરના જવાહર મેદાન મેળામાં અસામાજિક તત્વોએ મનમાની કરી. વગર ટિકિટે રાઈડ્સમાં ઘૂસી લાખોની તોડફોડ કરી અને કર્મચારીઓને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસની ઢીલી કામગીરી સામે રોષ ફેલાયા બાદ આખરે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહિલા કોન્સ્ટેબલ સાથે છેતરપિંડી અને દુષ્કર્મ
અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ છેતરપિંડી અને દુષ્કર્મનો ભોગ બની. આરોપીએ લગ્ન અને વિદેશ જવાની લાલચ આપી 17 લાખ રૂપિયા પડાવ્યા તેમજ ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું. તપાસમાં આરોપી પરણેલો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

