ટી-20માં ચેમ્પિયન બન્યા બાદ રોહિત શર્માએ લખી ઈમોશનલ પોસ્ટ, રાહુલ દ્રવિડ વિશે કહી મોટી વાત
ટીમ ઈન્ડિયાને ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રોહિત શર્માએ ભારતીય ટીમના પૂર્વ કોચ રાહુલ દ્

ટીમ ઈન્ડિયાને ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રોહિત શર્માએ ભારતીય ટીમના પૂર્વ કોચ રાહુલ દ્રવિડને લઈને એક લાંબી ઈમોશનલ પોસ્ટ લખી છે. જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, રાહુલ દ્રવિડની ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચ કોચ તરીકેની અંતિમ મેચ હતી. જોકે, હજી સુધી ભારતીય ટીમના નવા કોચની જાહેરાત કરવામાં આવી નથી.
રોહિત શર્માએ દ્રવિડ સાથે ફોટોઝ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'તમે આ રમતના એક મજબૂત આધારસ્તંભ છો. પરંતુ તમે તમારી બધી જ સિદ્ધિ છોડીને તમે ટીમ ઈન્ડિયામાં કોચ તરીકે જોડાયા અને એવું વ્યક્તિત્વ અપનાવ્યું કે અમે તમારી સાથે કોઈપણ સંકોચ વિના વાત કરી શકતા હતા. આ તમારો રમત માટેનો પ્રેમ અને સારી ભાવના દર્શાવે છે.'
મારી પત્ની તમને મારી વર્ક વાઈફ કહે છે - રોહિત શર્મા
રોહિતે મજાક કરતાં આ પોસ્ટમાં લખ્યું હતું કે, 'હું તમારા પાસેથી ઘણું શીખ્યો છું. મને તમારી સાથે વિતાવેલી દરેક સ્મૃતિઓ યાદ રહેશો. મારી પત્ની તો તમને મારી 'વર્ક વાઈફ' કહે છે. રાહુલ ભાઈ! હું ભાગ્યશાળી છું કે તમને મારા આત્મવિશ્વાસુ કોચ અને મિત્ર કહી શકું છું.'
રોહિત અને રાહુલની જોડીએ 7 મહિનામાં 2 વર્લ્ડ કપ ફાઈનલ મેચ રમી હતી
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની જોડીએ 7 મહિનામાં 2 વર્લ્ડ કપ ફાઈનલ મેચ રમી હતી. 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ સમગ્ર ભારતીય કેમ્પ નિરાશ થઈ ગયો હતો. પરંતુ T20 વર્લ્ડ કપ 2024માં આ જોડી આખરે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં સફળ રહી હતી. હવે રોહિતે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે અને ઈમોશનલ રીતે કેપ્શન પણ લખી છે.








